Site icon Revoi.in

મોદી સરકારના 2023-24 બજેટને કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાઓએ આવકાર્યું

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને પીએમ મોદી સહિતના કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને આગેવાનોએ આવકાર્યું હતું. દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ મધ્યમ વર્ગનું બોનાન્ઝા બજેટ છે પરંતુ તેની સાથે નાણામંત્રીએ સમાવેશી બજેટ રજૂ કર્યું છે. આર્થિક રીતે પછાત, મહિલાઓ કે વૃદ્ધો દરેક માટે આ બજેટમાં કંઈકને કંઈક આપવામાં આવ્યું છે.

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ ટેક્સ માત્ર મધ્યમ વર્ગ માટે જ નહીં પરંતુ આદિવાસી સમાજ, મહિલાઓ, યુવાનો અને વંચિતો માટે પણ ખૂબ જ સારું બજેટ છે. આ એક સર્વગ્રાહી, સર્વ-મૈત્રીપૂર્ણ બજેટ છે અને તેના દ્વારા સરકારે બતાવ્યું છે કે તે ખરેખર વંચિતો માટે કામ કરી રહી છે.

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, મધ્યમ વર્ગ જે રીતે પ્રતિક્રિયા આપી રહ્યો છે તે દર્શાવે છે કે તેમનામાં કેટલો ઉત્સાહ છે. મધ્યમ વર્ગના વર્ષોથી પડતર પ્રશ્નો માટે મધ્યમ વર્ગ વડા પ્રધાનનો આભાર માની રહ્યો છે.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે આટલું સારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે, આ બજેટ સામાન્ય માણસ માટે ઘણું સારું છે, આ એક ઐતિહાસિક પગલું છે. આ બજેટથી મધ્યમ વર્ગને ઘણી રાહત મળશે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, અમૃતકાલનું પહેલું બજેટ ખૂબ જ ક્રાંતિકારી છે, તે સમાજના દરેક વર્ગને રાહત આપનાર છે. ખાસ કરીને મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપવામાં આવી છે, જે ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યો છે તેનાથી રાહત મળવાની છે. આ બજેટમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તમામને રાહત આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે, મને લાગે છે કે અમૃતકાલમાં આ અમારો રોડમેપ છે, આપણી અર્થવ્યવસ્થાને વિશ્વમાં 10માં સ્થાનેથી 5માં સ્થાને લાવવા માટે આનાથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે.

કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે, પાછલા બજેટના આધારે આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આની અંદર ભારત આગામી 25 વર્ષ સુધી કેવી રીતે આગળ વધશે તેનો પાયો નાખવામાં આવ્યો છે.