Site icon Revoi.in

બેફામ ગુનેગારોઃ અમદાવાદમાં વૃદ્ધના અપહરણ બાદ કરાઈ ઘાતકી હત્યા

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ જ ના હોય ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે. દરમિયાન શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વૃદ્ધનું અપહરણ કરીને ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગેરકાયદે મુદ્દે વૃદ્ધે કરેલી કાર્યવાહીથી નારાજ શખ્સોએ તેમની હત્યા કર્યાંનું સામે આવ્યું છે. અમરાઈવાડી વિસ્તારમાં વૃદ્ધનું સરાજાહેર કરવામાં આવેલા અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના ફુજેટ સામે આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરાઈવાડી નજીક હાટકેશ્વરમાં રહેતા રાજારામ મદ્રાસી નિવૃત જીવન ગુજારતા હતા. દરમિયાન છેલ્લા 15 વર્ષ અગાઉ ચીનેયા નાયકર, માધવન નાયકર, હરીશ નાયકર, ચંદુ નાયકર સામે અમરાઈવડીના મોદીનાગરમાં આવેલા તેમના ચાર મકાનની બાજુ આવેલી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કર્યો છે. આ મુદ્દે અવાર-નવાર તેમની વચ્ચે તકરાર થઈ હતી. દરમિયાન રાત્રિના સમયે વૃદ્ધ સ્કૂટર લઈને ગેસનો બાટલો લેવા નીકળ્યાં હતા. ત્યારે એક બાઈક તેમના સ્કૂટરને અથડાયું હતું. આ દરમિયાન બીજી બાઈક ઉપર આવેલા બે શખ્સો તેમને બળજબરીથી બાઈક ઉપર બેસાડીને ફરાર થઈ ગયા હતા. ચાર શખ્સોએ બે બાઈક ઉપર તેમનું અપહરણ કર્યાં બાદ તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને તેમની હત્યા કરી હતી. તેમજ વૃદ્ધની લાશ ફેંકીને ફરાર થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે લાસને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. તેમજ હત્યારાઓને ઝડપી લેવા તપાસ આરંભીને ગણતરીના કલાકોમાં જ હરીશ નાયકર અને માધવ નાયકરની ધરપકડ કરી હતી. તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત આરંભી હતી.