Site icon Revoi.in

UP ચૂંટણીઃ દરેક પોલિંગ બુથમાં જીતવાની સાથે BSPને સત્તામાં લાવવાનો મંત્ર માયાવતીએ કાર્યકરોને આપ્યો

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. દરમિયાન સમાજવાદી પાર્ટીએ બીજા તબક્કાની ચૂંટણી માટે 51 જેટલા ઉમેદવારોની બસપાના સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરવાની સાથે જીતનો મંત્ર પણ નેતાઓ અને કાર્યકરોને આપ્યો હતો.

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, સપા અને બસપા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. તમામ રાજકીય પક્ષો દ્વારા હાલ સોશિયલ મીડિયાના મારફતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન બહુજન સમાજવાદી પાર્ટી એટલે બસપાના સુપ્રીમો માયાવતીએ 55 બેઠકો પેકી 51 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે અન્ય ઉમેદવારોની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે. માયાવતીએ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ આ પ્રસંગ્રે દરેક પોલિંગ બુથને જીતવું છે, બસપાને સત્તામાં લાવવું છે નું સુત્ર પણ પાર્ટીના નેતા-કાર્યકરોને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને સંપૂર્ણ ભરોસો છે કે, બસપાના કાર્યકર્તાઓ પાર્ટીને 2007ની જેમ સત્તામાં લાવવામાં ક્ષમતા સાથે કાર્ય કરશે.