Site icon Revoi.in

યુપીના કાનપુરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગની ઘટના – બે લોકોના મોત, એક વ્યક્તિ ઘાયલ

Social Share

લખનૌઃ- દેશભરમાં રોજે રોજ અનેક દૂર્ઘટનાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં એક્સિડન્ટ, આગ લાગવી જેવા બનાવો વધતાજોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે એટલે કે વિતેલી રાતે પણ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગ લાવગાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રનાણે ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાહુ કોઠી માર્કેટમાંવિકેલી રાતે શનિવારના પરોઢે એક મીઠાઈની દુકાનમાં આગ લાગવાથી બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે

મળેલી  જાણકારી મુજબ સ્થળ પર હાજર ફાયર અધિકારીએ મામલા અંગે કહ્યું હતુ કે, “3 માળની બિલ્ડીંગમાં સ્વીટ બનાવવામાં આવી રહી  હતી. રાત્રે લાગેલી આગને કારણે બે લોકોના મોત થયા છે, એક વ્યક્તિ ઘાયલ થયો છે. સાથે જ ફાયર બ્રિગેડ દ્વારા લગભગ ચાર પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. જોકે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Exit mobile version