Site icon Revoi.in

UP: લધુમતી કોમના ટોળાએ ધો-10ના વિદ્યાર્થીની સરાજાહેરમાં હત્યા કરી, રાજકીય નેતાઓનું ભેદી મૌન

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ધો-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું લઘુમતી કોમના પાંચેક શખ્સોએ સરાજાહેર ક્રુરતાપૂર્વક માર મારીને હત્યા કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પોલીસે આ કેસમાં ખીરી ગ્રામસભાના વડા મોહમ્મદ યુસુફ અને એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓએ વિદ્યાર્થીની બહેનની છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થીએ વિરોધ કરતા સરાજાહેર તેની હત્યા કરવામાં આવી હતી. લઘુમતી કોમના આરોપીઓ જ્યારે વિદ્યાર્થીને મારક હથિયારોથી મારતા હતા ત્યારે કોઈએ તેને બચાવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. મોહમ્મદ યુસુફ ગ્રામસભાનો વડો બનતા લધુમતી કોમના લોકો બેફામ બનીને દાદાગીરી કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લઘુમતી કોમના આરોપીઓએ સરાજાહેર નિર્દોશ વિદ્યાર્થીની હત્યા કરી આ ઘટના ગંભીર ના હોય તેમ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી, ઔવેસી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓએ મૌન ધારણ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં લધુમતી કોમના વિદ્યાર્થીને ક્લાકરૂમમાં ટીચરના નિર્દેશ અનુસાર હિન્દુ વિદ્યાર્થીઓએ માર માર્યાની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઔવેસી સહિતના નેતાઓએ ધર્મના નામે વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ હવે પોતાની બહેનની લાજ બચાવનાર એક વિદ્યાર્થીની લઘુમતી કોમના શખ્સોએ જાહેરમાં હત્યા કરી છે ત્યારે હવે ધર્મના મામલે બોલાવાનું ટાળી રહ્યાં છે. બીજી તરફ રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આ કેસમાં બેદરકારી દાખવવા બદલ પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

યમુનાપર ખીરી પોલીસ સ્ટેશન હેઠળના પરમાનંદ ઈન્ટર કોલેજમાં અભ્યાસ કરતા 10મા ધોરણના વિદ્યાર્થી સત્યમ શર્માને ચોક્કસ સમુદાયના લોકોએ કથિત રીતે માર માર્યો હતો. પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ જણાવ્યું કે, 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે ખેરી પોલીસ સ્ટેશનના એસએચઓ નવીન કુમાર સિંહ અને ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકના પરિવારની ફરિયાદ પર બે નામના આરોપીઓ – યુસુફ (ખેરી ગામના વડા) અને એક સગીર વિદ્યાર્થી સહિત અનેક અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, 15 વર્ષીય સત્યમ તેની પિતરાઈ બહેન સાથે સ્કૂલ છુટ્યા બાદ ઘરે પરત ફરી રહ્યો હતો અને રસ્તામાં એક ખાસ સમુદાયના કેટલાક લોકોએ તેની બહેનની છેડતી કરી હતી. જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો તેઓએ સત્યમને લાકડીઓ વડે માર માર્યો હતો. સત્યમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (યમુના નગર) સંતોષ કુમાર મીનાએ જણાવ્યું હતું કે પરમાનંદ ઇન્ટર કોલેજમાં બાળકો વચ્ચે થોડો વિવાદ થયો હતો જેને શિક્ષકોએ શાંત પાડ્યો હતો. શાળા પછી, રસ્તા પર ઝઘડો થયો જેમાં બાળકનું મૃત્યુ થયું હતું. ખીરી વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને રસ્તો બ્લોક કર્યો હતો, પરંતુ પોલીસની સમજાવટ બાદ લોકોએ રસ્તો ખાલી કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીના પગલા તરીકે મોટી સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર ખત્રીએ પીડિત પરિવાર અને ગામમાં વિરોધ કરી રહેલા લોકોને ખાતરી આપી કે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ધરપકડની તેમની માંગ પૂરી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, આ કેસની તપાસ યુવા અને ગતિશીલ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે. આર્થિક સહાયની માંગણી અંગે મુખ્યમંત્રી કાર્યાલય સાથે વાતચીત કરવામાં આવી છે અને સરકાર સહાય આપશે. ખત્રીએ દાવો કર્યો કે પ્રયાગરાજમાં બનેલી દરેક ઘટનામાં જિલ્લા પ્રશાસને કડક કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજ મહત્તમ સંપત્તિ જપ્ત કરવા, માફિયાઓની સંપત્તિને તોડી પાડવા વગેરેમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે. જો કે, કાર્યવાહી કરવામાં થોડો સમય લાગે છે. મીનાએ જણાવ્યું હતું કે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીની મોબ લિંચિંગનો મામલો સામે આવ્યો છે. જ્યારે તેણે સ્કૂલમાં તેની બહેનની છેડતીનો વિરોધ કર્યો ત્યારે બદમાશોના ટોળાએ વિદ્યાર્થીને રસ્તા પર ઘેરી લીધો હતો. તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ વિદ્યાર્થી રોડ પર પડી ગયો હતો. બદમાશોએ તેના પર હુમલો કરવાનું ચાલુ રાખ્યો હતો. વિદ્યાર્થીની સાથે હાજર તેની પિતરાઈ બહેન મદદ માટે લોકોને વિનંતી કરતી રહી હતી. તેમજ હાથ જોડીને લોકોને તેના ભાઈને બચાવવા વિનંતી કરતી રહી હતી. પરંતુ, ભાઈ-બહેનને કોઈએ મદદ કરી નહીં. પીડિતાએ તેના પરિવારજનોને માહિતી આપી રહી હતી. તે લોકોને તેના ભાઈને હોસ્પિટલ લઈ જવા વિનંતી કરી રહી હતી, છોકરીને એ દ્રશ્ય યાદ આવતાં તેની આંખમાંથી આંસુ અને ગુસ્સો બંને વહી રહ્યાં હતાં. રક્ષાબંધન પહેલા ભાઈની વિદાય એ બહેન માટે હ્રદય તોડનારી છે. હવે તે કોને રાખડી બાંધશે? દરેક વ્યક્તિ આ પ્રશ્ન પૂછે છે.