Site icon Revoi.in

UP: પ્રેમિકના લગ્ન અન્ય સ્થળે નક્કી થઈ જતા નારાજ પ્રેમીએ યુવતી સહિત ત્રણની કરી હત્યા

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પ્રેમિકાના અન્ય યુવાન સાથે લગ્ન નક્કી થઈ જતા નારાજ પ્રેમી યુવાને મિત્રો સાથે મળીને પ્રેમિકા અને તેના માતા-પિતાની ઘાતકી હત્યા કરી હતી. પ્રેમી યુવાને પોતાના મિત્રો સાથે મળીને પ્રેમિકાના ઘરમાં ઘાતક હથિયાર સાથે ઘુસીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવમાં યુવતીની નાની બહેનને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. બીજી તરફ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે અને હત્યારા પ્રેમી ઉપર રૂ. 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશના ગોંડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પ્રેમિકા સહિત 3 લોકોની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. હુમલામાં પ્રેમિકાની નાની બહેન પણ ઈજાગ્રસ્ત થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પ્રેમ સંબંધ મુદ્દે આ ટ્રીપલ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે આરોપી ઉપર રૂ. 50 હજારનું ઈનામ જાહેર કર્યું છે. હુમલામાં બચી ગયેલી પીડિતાની ભાભા લક્ષ્મીએ કહ્યું હતું કે, તેની નણંદને એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. તાજેતરમાં જ નણંદના લગ્ન નક્કી થયાં હતા. જેથી તેના પ્રમિએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. પૂર્વ પ્રેમિકના ઘરમાં લોહીની હોળી રમ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધમાં જ ત્રણેયની હત્યાનું સામે આવ્યું છે. આ ઘટના ઈમલિયા ગુરુદયાલની છે. આરોપી યુવાનનો ફોટો જાહેર કરીને રૂ. 50 હજારનું ઈનામની જાહેરાત કરી છે. પ્રેમીએ તિક્ષણ હથિયારના ઘા મારીને પ્રેમિક અને તેના માતા-પિતાની હત્યા કરી હતી. આ પ્રકરણમાં પ્રેમિકાની નાની બહેનને ગંભીર ઈજા થઈ હતી. આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો.