Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવ અને ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ વચ્ચે બેઠક

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. તેમજ ભાજપના કેટલાક નેતાઓએ રાજીનામુ આપીને સપામાં જોડાયાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે ભામ આર્મીના વડા ચંદ્રશેખર મુલાકાત કરતા રાજકીય અટકળો વહેવા લાગી છે. બંને નેતાઓ વચ્ચે બંધ બારણે મળેલી બેઠકમાં વિધાનસભાની ચૂંટણી અને બેઠકોને લઈને ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે શુક્રવારે સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. ભીમ આર્મી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન અને સીટ શેરિંગને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વાતચીત ચાલી રહી છે. દમિયાન આજે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતમાં વિધાનસભાની બેઠકોને લઈને ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અખિલેશ યાદવ પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ યુપી ચૂંટણીમાં નાની પાર્ટીઓ સાથે જોડાઈને ભાજપને પડકાર આપશે. સમાજવાદી પાર્ટીનું સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, પીપલ્સ પાર્ટી (સમાજવાદી), રાષ્ટ્રીય લોકદળ (આરએલડી), અપના દળ (સામ્યવાદી), પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા), મહાન દળ, ટીએમસી સાથે ગઠબંધન છે.