Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ યોગી આદિત્યનાથ તા. 21મી માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવવા અને મંત્રમંડળ મુદ્દે બેઠકનો દોર વધારે તેજ બન્યો છે. ઉત્તર પ્રદેશમાં નવા મંત્રિમંડળ અને સરકાર મુદ્દે બેઠકો અને મંથનોનો દોર ચાલી રહ્યો છે. યોગી સરકારના મંત્રીમંડળને લઈને દિલ્હીમાં ભાજપના કાર્યાલય ખાતે સાડા પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગી આદિનાથ, સ્વતંત્ર દેવ સિંહ સહિત ઘણા મોટા નેતા આ બેઠકમાં હાજર રહ્યાં હતા. આ બેઠકમાં મંત્રીઓની પસંદગી લઈને પણ વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં એમએલસી ઉમેદવારોના નામ ઉપર પણ મંથન કરવામાં આવ્યું હતું. ભાજપાએ ફરી યોગી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓ ઉત્તરપ્રદેશના ફરીથી મુખ્યમંત્રી બની રહ્યાં છે. યોગી તા. 21મી માર્ચના રોજ બપોરના 3 કલાકે શપથ ગ્રહણ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

યોગી આદિત્યનાથના શપણ ગ્રહણ સમારોહને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લખનૌના ઇકાના સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે. 21 માર્ચ બપોરના 3 કલાકે યોગી આદિત્યનાથ સીએમ પદના શપથ લેશે. હાલ સ્ટેડિયમમાં સમારોહને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. શપથગ્રહણ સમારોહ કંઈ તારિખે યોજાશે અને તેમાં કોણ કોમ મહેમાન ઉપસ્થિત રહેશે તેને લઈને હાલ વિચારણા ચાલી રહી છે. આ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

આ ઉપરાંત ભાજપા દ્વારા મણિપુર અને ગોવામાં પણ મુખ્યમંત્રીઓ મુદ્દે નિર્ણય કરાયો છે. ગોવામાં ફરી એકવાર પ્રમોદ સાવંતન અને મણિપુરમાં એન બીરેનસિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. બંને નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. જો કે, ઉત્તરાખંડમાં કોને જવાબદારી સોંપવી તેનો નિર્ણય હજુ લેવાયો નથી.

Exit mobile version