Site icon Revoi.in

‘પ્રવાસીઓ માટે ઉત્તરપ્રદેશના સ્થળો આકર્ષણનું કેન્દ્ર – ધાર્મિક રંગ સાથે કુદરતી સાનિધ્યના હોય છે નજારા

Social Share

ભારત દેશ સંસ્કૃતિઓથી ભરપુર છે અહી અવનવી સંસ્કૃતિના દર્શન થાય છે ભારતના જૂદા જૂદા રાજ્યોની અનેક ખાસિયતો છે જેમાંનું એક છે ઉત્તરપ્રદેશ, અહી ઘાર્મિક સ્થળો આવેલા છે તો દુનિયાની સાતમી અજાયબી આગ્રાનો તાજમહેલ પણ જોવા મળે છે જેથી યુપી હંમેશા પ્રવાસીઓની પહેલી પસંદ હોય છે દેશવિદેશથી પણ લોકો અહીં આવતા હોય છે.

આગ્રા

યુપીનું આગ્રા શહેર સાતમી અજાયબી ધરાવે છે, તાજમહેલ જોવા દેશ વિદેશથી લોકો આવતા હોય છે, આ સાથે જ આગ્રાની આસપાસ ફતેહપુર શીકરી જેવા જૂના સ્થળો પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.બીજી તરફ આગ્રાનો કિલ્લો પણ ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે

વારાણસી

વારાણસી દેશનું સૌથી પવિત્ર અને ધાર્મિક કહેવાતુ શહેર છે, જેની મુલાકાત લીધા વિના ભારતનો પ્રવાસ અધુરો છે. વારાણસીનું હિંદુ ધર્મ માટે એક આગવું મહત્વ છે. હિંદુ ધર્મમાં પવિત્ર માનલામા આવતી ગંગાનદીના કિનારે વસેલા શહેર વારાણસીને 5000 વર્ષથી પણ જૂનું માનવામા આવે છે. પવિત્ર ઘાટ, મંદિરો અને પૂજા-પાઠ માટે પ્રખ્યાત વારાણસી આધ્યાત્મિક પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે .

મણિકર્ણિકા ઘાટ

આ ઘાટને અંતિમ સંસ્કાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ વારાણસીના મુખ્ય સ્થળોમાંથી એક છે. જો કે, દરેકને આ સ્થાન ગમતું નથી, કારણ કે તમે ગંગામાં તરતા મીણબત્તીની રોશનીમાં ફૂલોના બાઉલ સાથે-સાથે  અસ્ત થતો સૂર્ય અને ઝળહળતી ચિતા જોશો. પરંતુ તે જોવા જેવું છે.

અયોધ્યા

ઘાર્મિક અનુભવ માટે અયોધ્યા પણ બેસ્ટ સ્થળ છે અહી બની રહેલું રામ મંદિર લાખો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે, આ સાથે જ હાલ પણ અહી અનેક ખાસ મંદિરો આવેલા છે.આ માટે અયોધ્યાની એક વખત ચોક્કસ મુલાકાત લેવી જોઈએ