Site icon Revoi.in

ઉત્તરાખંડઃ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે

Social Share

દિલ્હીઃ ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી 2022ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવેલા એક સર્વે અનુસાર ઉત્તરાખંડની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. મુકાબલો છે. વિધાનસભા ચૂંટણી માટે કરાયેલા સર્વેમાં સત્તારૂઢ ભાજપને 31થી 37 બેઠકો મળવાની સંભાવના છે. બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને 30 થી 36 બેઠકો મળે તેવી શકયતા છે. બીજી તરફ ઉત્તરાખંડના લોકોએ મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના નેતા હરીશ રાવતને સૌથી વધુ પસંદ કર્યા છે. જ્યારે બીજેપીના નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી બીજા નંબરે છે.

વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ઉત્તરાખંડમાં મોટા પ્રયોગો કર્યા છે. મુખ્યમંત્રી તરીકેના ચાર વર્ષના કાર્યકાળમાં રાજ્યની જનતાએ ત્રણ ચહેરા જોયા છે. ભાજપ હાઈકમાન્ડે તાજેતરમાં પુષ્કર સિંહ ધામીના રૂપમાં નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. સર્વે અનુસાર, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 39 ટકા વોટ મળી શકે છે. તે જ સમયે, રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ખાતામાં 37 ટકા વોટ જઈ શકે છે. આ સિવાય આમ આદમી પાર્ટીને 13 ટકા અને અન્ય પાર્ટીઓને 11 ટકા વોટ મળી શકે છે. સર્વે અનુસાર ઉત્તરાખંડમાં બીજેપી ફરી એકવાર મહત્તમ સીટો સાથે સરકાર બનાવી શકે છે. રાજ્યમાં ભાજપને 31થી 37 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 30થી 36 બેઠકો મળવાની શકયતા જોવાઈ રહી છે. આ સિવાય આમ આદમી પાર્ટીને 2 થી 4 અને અન્યને 0 થી 1 સીટ મળવાની ધારણા છે.

(PHOTO-FILE)