Site icon Revoi.in

સાવજોનું વેકેશન પૂર્ણઃ સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું

Social Share

જૂનાગઢઃ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને જીપ્સી ની જગ્યાએ નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવ્યાં છે. પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓમાં વધારો કરાયો છે.

ગત વર્ષે સાસણ, આંબરડી, અને દેવળિયામાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 8 લાખ કરતા વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા, ત્યારે આજે સાસણ ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. તેમજ અહી આવનારા પ્રવાસીઓની સુવિધામાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે. આજથી સફારી પાર્કમાં નવી મોડીફાઈડ થયેલી  50 થી વધુ સફારી ગાડીઓ મુકવામાં આવી છે. જેમાં અલગ અલગ કેટેગરી છે, જેમાં 4,6, અને 8 સીટર મોડીફાઈ વાહનો મુકવામાં આવ્યાં છે. જે જિપ્સીઓમાં માલિકો દ્વારા સહકારથી આ કામગીરી શરુ કરવામાં આવી છે.

સાસણમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે ત્યારે અત્યાર સુધી સાસણમાં ગુજરાતી ગાઈડની ફેસેલીટી જ હતી જેમાં પણ વધારો કરીને અપગ્રેડ કરવામાં આવ્યું છે અને હવે ગુજરાતી ગાઈડની સાથે હિન્દી અને અંગ્રેજી ગાઈડની પણ વ્યવસ્થા કરવા માટે મંજુરી પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. પ્રક્રિયા બાદ અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવતા પર્યટકો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી શકાશે.