Site icon Revoi.in

વેક્સિનેશનથી જ કોરોનાને રોકવામાં મળશે સફળતા, એક્સપર્ટ્સના મંતવ્ય

Social Share

દિલ્લી:  ભારતમાં કોરોનાવાયરસના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. લોકોમાં ચીંતા હંમેશા બની રહે છે ત્યારે આ બાબતે એક્સપર્ટ્સ લોકોએ પોતાનો મંતવ્ય જાહેર કર્યો છે. કોરોનાવાયરસના સંક્રમણ પર એક્સપર્ટ્સ લોકો કહે છે કે કોરોનાવાયરસની વેક્સિન જો વધારે ઝડપથી લોકોને આપવામાં આવે તો કોરોનાવાયરના સંક્રમણને રોકી શકાય તેમ છે.

ભારતમાં કોરોનાવાયરસના સંક્રણની ગતિ ખુબ ઝડપી છે અને તેને લઈને હાલ સમગ્ર વિશ્વ ચીંતીત છે. આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્વાસ્થ્ય સલાહકાર ડૉ.એન્થની ફૌસીએ ભારતમાં કોરોનાવાયરસના સંક્રમણને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. ડૉ.એન્થની ફૌસીએ કહ્યું કે ભારતમાં કોરોનાવાયરસના કેસ જે રીતે વધી રહ્યા છે તે ચીંતાનો વિષય છે અને વેક્સિનેશન કરવુ એ જ લાંબા ગાળાનું સમાધાન છે.

ફૌસીએ આ જાનલેવા મહામારીનો સામનો કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવિડ-વિરોધી વેક્સીનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂક્યો.

એક ટીવી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત હાલ એક જ એવો દેશ છે કે જ્યાં મોટા પ્રમાણમાં વેક્સિનનું ઉત્પાદન ટૂંક સમયમાં થઈ શકે તેમ છે. કોરોના સામેની લડાઈ જીતવા માટે અન્ય દેશોએ પણ ભારતને સહાયતા આપવી જોઈએ તથા વેક્સિન દાન આપવી જોઈએ. ભારતમાં હાલ અસ્થાયી રૂપે હોસ્પિટલો બનાવવી ખુબ જરૂરી બની ગયુ છે.

ભારતમાં કોવિડ-19ની વિરુદ્ધ વેક્સીનેશન અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધી વેક્સીનેશનના 17 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયે જણાવ્યું કે શુક્રવારે દેશના 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની ઉંમરના 2,43,958 લોકોને કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. અત્યાર સુધી આ ઉંમર વર્ગના 20,29,395 લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.