Site icon Revoi.in

અમદાવાદમાં હવે તમામ દુકાનદારો, ધંધાર્થીઓ માટે વેક્સિન ફરજિયાતઃ કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

Social Share

અમદાવાદ : શહેરમાં કોરોના કોસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. સાથે તમામ લોકો વેક્સિન લે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે વેક્સિન મૂકાવવી કમ્પલસરી કરાઈ છે.

શહેરમાં કોરોનાના કેસમાં ઘણો ઘટાડો થયો છે, તેથી સરકારે નિયંત્રણો હળવા કરીને તમામ દુકાનો, હોટલ- રેસ્ટોરન્ટ્સ. લારી-ગલ્લાઓ વગેરેના સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખૂલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે. આથી વેપાર કરતા તમામ વેપારીઓ વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વેક્સિન અને આરટીપીસીઆર ટેસ્ટને લઈને સુપરસ્પ્રેડરની સંખ્યા ન વધે તે માટે અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદમાં હવેથી શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે આ જાહેરનામાનું અમલીકરણ કરાશે. આ તમામ લોકોએ શક્ય એટલા વહેલી તકે રસી લેવાની રહેશે. અને જો રસી ન લીધી હોય તો 10 દિવસ જૂનું ના હોય તેવું RT-PCR નો રિપોર્ટ સાથે રાખવો પડશે. આ તમામ વેપારીઓએ સક્ષમ અધિકારીઓને રસી લીધાનું સર્ટિફિકેટ કે આરટીપીસીઆર ટેસ્ટ બતાવવાનો રહશે. આજ રાત 12 વાગ્યાથી આ જાહેરનામાનું અમલીકરણ થશે. પોલીસ અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ અમલીકરણ કરાવશે. મહાનગર પાલિકા સિવાયના જિલ્લા વિસ્તારમાં આ જાહેરનામુ લાગુ પડશે.