Site icon Revoi.in

વેક્સિનને લઈને અમેરિકામાં મોટી સમસ્યા, સંશોધકોએ વેક્સિનને જોખમી બતાવી

Social Share

નવી દિલ્લી: કોરોનાવાયરસનું સંક્રમણ કેટલાક દેશોમાં ઓછુ થઈ રહ્યું છે તો કેટલાક દેશોમાં તેની ગંભીર અસર હજૂ પણ યથાવત છે. દરેક દેશ પોતાના દેશના તમામ નાગરિકોને વેક્સિનેટ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમેરિકામાં સંશોધકો દ્વારા એવી જાણકારી જાહેર કરવામાં આવી છે જે લોકોને ચિંતામાં વધારો કરી શકે છે.

અમેરિકામાં ફાઈઝર અને મોડર્નાની વેક્સિન મોટા પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે અને હવે સંશોધકો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સિનના કારણે હૃદયની દુર્લભ સમસ્યાઓના આશરે 800 કેસ સામે આવ્યા છે.

હાલ આ મુદ્દે સીડીસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ આંકડા વેક્સિન સુરક્ષાને લઈ યોજાયેલી એક બેઠકમાં સામે આવ્યા છે. કેટલાક સંશોધકોએ વેક્સિનના કારણે સર્જાયેલી આ સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.

સૌથી મહત્વની વાત એ છે કે સંશોધકો દ્વારા જે જાણકારી જાહેર કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સિનની આડઅસર જે જોવા મળી છે તેમાં 12થી 24 વર્ષની ઉંમરના લોકોને વધારે અસર થઈ છે જ્યારે દેશમાં કરોડો વેક્સિનમાંથી માત્ર 9 ટકા જ આ ઉંમરના લોકોને અપાઈ છે.

આ જાણકારી સામે આવ્યા બાદ હવે સીડીસીના સલાહકાર વેક્સિનથી સર્જાયેલી જટિલતાઓ, માયોકાર્ડાઈટિસ અને પૈરિકાર્ડાઈટિસના કારણો જાણવા 18 જૂનના રોજ બેઠક યોજશે.

માયોકાર્ડાઈટિસમાં હૃદયની માંસપેશીઓમાં તો પૈરિકાર્ડાઈટિસમાં હૃદયની આજુબાજુ આવેલા પટલોમાં સોજા આવવા લાગે છે. 31 મે સુધીમાં 216 લોકોને પહેલા ડોઝ બાદ અને 573 લોકોને બીજા ડોઝ બાદ માયોકાર્ડાઈટિસ કે પૈરિકાર્ડાઈટિસનો સામનો કરવો પડ્યો હતો. 16-17 વર્ષની ઉંમરના 79 અને 18-24 વર્ષની ઉંમરના 196 યુવાનોમાં આ પ્રકારના કેસ સામે આવ્યા હતા.

જો કે થોડા સમય પહેલા એવી જાણકારી પણ આવી હતી કે અમેરિકા ટૂંક સમયમાં માસ્ક હટાવવાની જાહેરાત કરી શકે છે. અમેરિકામાં મોટા પ્રમાણમાં લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે અને તેના કારણે લોકોમાં વધારે ડર ફેલાવવાની સંભાવનાઓ પણ છે.