Site icon Revoi.in

વડોદરાઃ પ્રદુષણને અટકાવવા માટે શહેરમાં 200 ઈ-બસ દોડાવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, એટલું જ નહીં સરકાર દ્વારા ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી પણ આપવામાં આવી રહી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ઈ-બસ દોડાવવામાં આવી રહી છે, જ્યારે હવે વડોદરામાં પણ આગામી દિવસોમાં 200 ઈ-બસ દોડાવવાનો મનપાએ નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરને પ્રદુષણ રહિત બનાવવા માટે મનપાએ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પાલિકા શહેરમાં 200 ઈ-બસ દોડાવવા જઈ રહી છે. જોકે શહેરી બસ સેવા માટે શહેરીજનોએ ઇલેક્ટ્રિક બસનું વધુ ભાડુ ચૂકવવુ પડી શકે છે. એટલે કે બસના ભાડામાં વધારો થવાની શક્યતા છે. મનપા મેયર કેયુર રોકડીયાનો દાવો છે કે, ટૂંકસમયમાં તેઓ શહેરમાં નવી 200 ઇ-બસો કાર્યરત કરશે, અને શહેરીજનોને શાંતિ સાથે સલામત અને પ્રદુષણ રહિત સવારી મળશે.

(Photo-file)