Site icon Revoi.in

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

Social Share

અમદાવાદઃ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવ રોજબરોજ વધી રહ્યા છે, જેમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લસણ- 400 રૂપિયા કિલો, લીલા મરચા- 100થી 120 રૂપિયા કિલો, આદુ- 200 રૂપિયા કિલો, ધાણા- 240થી 260 રૂપિયા કિલો, ગુવાર- 80થી 100 રૂપિયા કિલો અને કંટોળા- 140થી 160 રૂપિયા કિલોના ભાવ બોલાયા છે. આ ઉપરાંત બટાકા અને ડુંગળી સહિતના અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજીના વેપારીઓ વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી હોવાથી ભાવમાં વધારો થયો હોવાનું કહી રહ્યા છે.

રાજ્યમાં ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદમાં લીલા મરચાનો ભાવ 100થી 120 રૂપિયા કિલો પહોંચી ગયો છે. લસણ તો 400 રૂપિયા કિલો મળી રહ્યું છે. આદુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ સિવાય ગુવાર 80-100 રૂપિયા, કંડોળા 140-160  રૂપિયા, ફણસી 140-160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.  ધાણાનો ભાવ 240થી 260 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ચોળી અને ટિંડોળાનો ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. ફ્લાવરે પણ સદી ફટકારી દીધી છે. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીનો ભાવ 60 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય ભીંડો, ટામેટા, બટાટા સહિત અનેક વસ્તુઓના ભાવમાં ખુબ વધારો થયો છે. વેપારીઓના કહેવા મુજબ નવરાત્રી સુધીમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે. પરપ્રાંતમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે.

Exit mobile version