Site icon Revoi.in

વેરાવળ બંદરઃ રૂ. 350 કરોડના હેરોઈનના જથ્થા સાથે નવ શખ્સોને ઝડપી લેવાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ. 350 કરોડના 50 કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી. SOG અને NDPS ની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પડાયું. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.

આ ઘટના બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશીની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, ડ્રગ્સ વિરુદ્ધનું આ પ્રચંડ અભિયાન ગુજરાત પોલીસની સતર્કતા થકી સફળતાના નવા પડાવ પર આગળ વધી રહ્યું છે. ડ્રગ્સને નાબૂદ કરવા માટે સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.

ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.350 કરોડના 50 કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી છે અને ડ્રગ્સને નાબૂદ કરવા માટે સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને અભિનંદન આપ્યા છે.

તમનેે જણાવી દઈએ કે, SOG અને NDPSની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતું. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ડ્રગ્સ વિરુદ્ધનું આ પ્રચંડ અભિયાન ગુજરાત પોલીસની સતર્કતા થકી સફળતાના નવા પડાવ પર આગળ વધી રહ્યું છે.