Site icon Revoi.in

વીએચપી રામ મંદિર નિર્માણ માટે મદદ લેવાનું કરશે શરૂ

Social Share

વિશ્વ હિન્દુ પરિષદ 15 જાન્યુઆરીથી દેશભરમાં રામ મંદિર નિર્માણ માટે સહયોગ અભિયાન શરૂ કરી રહી છે. આ અભિયાન 44 દિવસનું હશે, જે બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ તબક્કામાં ફક્ત તે જ લોકોને બોલાવવામાં આવશે, જે ઘણાં સમયથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા છે. અને સમાજમાં તેમની ઓળખ છે.

બીજો તબક્કો 1 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ તબક્કામાં વિશ્વ હિન્દુ પરિષદ દેશભરના તમામ રામ ભક્તો સુધી શેરીઓ,વિસ્તારોમાં પહોંચશે. બીજા તબક્કામાં જે પણ વ્યક્તિ ભગવાન રામ પ્રત્યેની ભક્તિ ધરાવે છે. તે મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદનું સમર્થન કરી શકે છે.

નવેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં લાંબા સમયથી ચાલતા હિન્દુ-મુસ્લિમ વિવાદને હલ કરતી વખતે એક નિર્ણય આપ્યો હતો, જેમાં તે વિવાદિત સ્થળે રામ જન્મભૂમિની વાત સામે આવી હતી. સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ બનાવવા માટે મુસ્લિમોને 5 એકર જમીન પણ આપી છે.

હિન્દુઓનું માનવું હતું કે આ પહેલા આ સ્થળે ભગવાન રામનું જન્મસ્થળ મંદિર હતું, પરંતુ આક્રમણકારી બાબરે તેને તોડી નાખ્યું અને અહીં એક મસ્જિદ બનાવવી. જોકે, તેને 6 ડિસેમ્બર 1992ના રોજ હિન્દુ કાર્યકરો દ્વારા પાડવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક કેડર દ્વારા ગામ, બ્લોક, શહેર, જિલ્લા કક્ષાએ એવા લોકોને ઓળખવામાં આવ્યા છે, જેમને પ્રથમ તબક્કામાં રામ મંદિર નિર્માણને ટેકો આપવા માટે બોલાવવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતાએ કહ્યું કે,અમે આ અભિયાનના પ્રથમ તબક્કામાં ટેકો મેળવવા માટે સરકારી નોકરી મેળવનારા, કોર્પોરેટ જગત અને અન્ય મોટી હસ્તીઓનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ ટેકો આપતી વખતે પોતાની ઓળખ છુપાવવા માંગે છે, અને તે મંદિરના નિર્માણ માટે કેટલું સહકાર આપી રહ્યું છે તે કહેવા માંગતા નથી,તો અમે તેની ઓળખ ગુપ્ત રાખીશું.