Site icon Revoi.in

ગ્રેમી અવોર્ડ વચ્ચે સર્જાય ભાવૂક પરિસ્થિતિ – એવોર્ડ સમારોહના આયોજનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો વીડિયો સંદેશ ચલાવાયો – મદદની કરી અપીલ

Social Share

દિલ્હીઃ-   છેલ્લા ઘણા સમયથી યુક્રેન રશિયા વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ,રશિયા દ્રારા યુક્રનમાં તબાહી મચાવામાં આવી છએ ત્યારે આવી સ્થિતિમાં આજરોજ સોમવારે ગ્રેમી એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં યુક્રેનની સ્થિતિના પડઘા પડ્યા છે.

ગ્રેમી એવોર્ડનો આ સમારોહ ભારતીય સમય પ્રમાણે સવારે 5.30 વાગ્યે લાસ વેગાસમાં યોજાયો હતો. આ સમારોહમાં સંગીત જગતના અનેક લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે આ એવોર્ડ શોમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમીર ઝેલેન્સ્કીનો એક વિડિયો સંદેશ ચલાવવામાં આવ્યો હતો, જેમાં યુક્રેન માટે મદદની અપીલ કરવામાં આવી હતી અને તેમણે દરેકને તેઓની સંગીત કળા દ્વારા યુક્રેનના લોકોની કહાનિ દર્શાવાની વાત કરવામાં આવી હતી.

ગ્રેમી એવોર્ડ દરમિયાન દર્શાવામાં આવેલા વીડિયો સંદેશમાં ઝેલેન્સકીએ કહ્યું, કે “અમારા સંગીતકારો ટસ્કિડોને બદલે બોડી આર્મર પહેરે છે. તે હોસ્પિટલમાં દાખલ લોકો માટે ગીતો ગાય  છે. તે કેટલાક એવા લોકો માટે ગીતો ગાય છે જે તેને ક્યારેય સાંભળી પણ શકતા નથી. સંગીતથી વિપરીત શું છે? બરબાદ થયેલા શહેરોની ખામોશી અને મૃતકોન. આપણા પ્રિયજનોને ખબર નથી કે આપણે ફરી મળીશું કે નહીં. યુદ્ધ આપણાને એ પસંદ કરવા દેતું નથી કે કોણ બચશે અને કોણ મૌન રહેશે.

ઝેલેન્સ્કી એ ધુમાં વીડિયોમાં જણાવ્યું હતું કે, અમે પ્રેમ કરવા, અમારો અવાજ ઉઠાવવા અને જીવવા માટે અમારી રક્ષા કરી રહ્યા છીએ. અમે અમારી જ ધરતી પર રશિયા સામે લડી રહ્યા છીએ. તે તેના બોમ્બ સાથે  ભયાનક સન્નાટો પલાવે છે. તે એક મૃત મૌન છે અને તમે લોકો આ મૌન તમારા સંગીતથી ભરો. તમારા સંગીત દ્વારા અમારી કહાનિ દર્શાવો. અમને કોઈપણ રીતે  સપોર્ટ કરો પરંતુ આ સ્થિતિ પર તમે લોકો ચૂપ ન રહો. જો તમે આમ કરશો તો આપણાં શહેરોમાં શાંતિ નહીં રહે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત વીડિયો દ્રારા યુક્રેનિયન રાષ્ટ્રપતિએ વીડિયો સંદેશ જારી કરીને અનેક દેશઓને પોતાની મદદ કરવા માટેની અપીલ કરી હતી ત્યારે હવે ગ્રેમી એવોર્ડ જેવા મોટા સમારાોહમાં તેમનો વીડિયો ચલાવામાં આવ્યો છે.જેમાં ફરી તેઓ લોકોને સપોર્ટ કરવાની વાત કહી રહ્યા છે.