Site icon Revoi.in

ગીર સોમનાથના ગ્રામજનો બન્યાં આત્મનિર્ભરઃ સરકારની મદદ વિના નદી ઉપર બનાવ્યો બ્રિજ

Social Share

અમદાવાદઃ ગીર સોમનાથના ઉમેજ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી રાવલ નદી ઉપર બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી. તેમ છતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અંતે ગ્રામજનોએ આત્મનિર્ભર બનીને સરકારની મદદ વિના જ બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો હતો. જે માટે ગ્રામજનઓ ફંડ કત્ર કર્યું હતું. લગભગ 60 હજારના ખર્ચે રાવલ નદી ઉપર પુલ બનાવવની કામગીરી કરવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઉના તાલુકાના ઉમેજ ગામની મોટાભાગની વસતી નદી કાંઠે વસવાટ કરે છે. તેમજ પોતાના ખેતરની જમીન નદીના બિજા કાંઠે આવેલી હોવાથી ખેડૂતોને નદી ક્રોસ કરીને ખેતર જવુ પડતું હતું. પરંતુ નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે વર્ષોથી ખેડૂતો અને ગ્રામજનો દ્વારા પુલ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી. પરંતુ સરકારી બાબુઓના પેટનું પાણી હલતુ ના હોય તેમ અહીં પુલની કોઈ કામગીરી કરવામાં આવતી ન હતી.

જેથી કંટાળીને ગ્રામજનોએ જાતે જ સરકારની મદદ વિના સ્વખર્ચે બેઠો પુલ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ગયા દરેક ખેડૂત દીઠ રૂ. 300-300 લેખે ઉઘરાવીને લગભગ રૂ. 80 હજારનું ફંડ એકત્ર કરીને પથ્થરોની મદદથી કાચો પુલ બનાવવામાં આવ્યો હતો. ચોમાસામાં નદીમાં પાણીનો પ્રવાહ સતત વધતો હોવાથી ખેડૂતો અને સ્કુલે અભ્યાસ કરવા જતા બાળકોને મુશ્કેલીનો સમનો કરવો પડતો હતો. ગયા વર્ષે કાચો પુલ બનાવ્યાં બાદ ખેડૂતો અને વિદ્યાર્થીઓને રાહત મળી હતી. ચાલુ વર્ષે પણ લગભગ 60 હજાર જેટલી રકમ એકત્ર કરીને પુલની કામગીરી કરવામાં આવી હતી. આમ આત્મનિર્ભર બનેલા ખેડૂતો સરકાર પાસેથી કોઈ પણ આશા રાખ્યા વિના કાચા પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.