Site icon Revoi.in

વિદેશથી આવતા મુસાફરોને ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટાઈન ન કરીને નિયમોનું કરાતુ ઉલ્લઘન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર 30મી એપ્રિલ સુધી આવન-જાવન પર પ્રતિબંધ ફરમાયો છે. હાલ માત્ર વિદેશી યાત્રિકો માટે વંદેભારત સેવા જ કાર્યરત છે. ઘણા પ્રવાસીઓ વિદેશથી સ્દેશ પરત ફરી રહ્યા છે. આવા પ્રવાસીઓને ઈન્સ્ટિટયુશન ક્વોરન્ટાઈન કરવાનો નિયમ હોવા છતા કેનું પાલન થતુ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાએ ગત વર્ષે સંક્રમણ વધ્યુ હતું ત્યારે  વિદેશથી આવતા પ્રવાસીઓને 10થી 14 દિવસ માટે ઈન્સ્ટિટયુશ્નલ ક્વોરેન્ટાઇન કરવામાં આવતા હતા. પરંતુ આ નિયમ છેલ્લા કેટલાક સમયથી કોરાણે મૂકાઇ ગયો હતો. અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો સુપર સ્પ્રેડર્સ હોવાની ગંભીર  ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.  જેનું મુખ્ય કારણ એ છે કે હાલમાં વિદેશથી આવતા મુસાફરો માટે ઇન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઇનના બદલે હોમ આઇસોલેશન કરવામાં આવતા હોવાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ છે. આમ ઇન્ટરનેશનલ સ્ટ્રેઇન વાળો વાઇરસ નિયંત્રણ કરવો જરૂરી હોવાનું ખુદ અમદાવાદ એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગનું માનવુ છે.

છેલ્લા છ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર 1.42 લાખ મુસાફરો વિદેશથી આવ્યા છે.  હાલના સમયે વિદેશથી આવતા આ તમામ મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર કોરોનાનો  ટેસ્ટ કરવામાં આવે છે અને  જે અમદાવાદના સ્થાનિક મુસાફરો છે તેમને હોમ આઇસોલેશન કરવામાં આવી રહ્યા છે. તેઓ ટેસ્ટ કરાવી રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું હોય છે પરંતુ આ કેસમાં મુસાફરો ટર્મિનલની બહાર નિકળી કોને મળે છે ઘરે જઇને શુ ખાતરી કે તેઓ બહાર નીકળતા નહીં હોય તેવી ઇમિગ્રેશન વિભાગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એટલે આવા મુસાફરો સુપર સ્પ્રેડર્સ હોય છે. જેની પર કોઇનું મોનીટરીંગ હોતું નથી.

ગત વર્ષે આ તમામ મુસાફરોને ફરજિયાત 14 દિવસ ઇન્સ્ટીટયૂશનલ ક્વોરન્ટાઇન કરવામાં આવતા હતા.  જેમાં મુસાફરોએ સ્વખર્ચે બજેટ મુજબ 14 દિવસ હોટલમાં રોકાણ કરવુ પડતુ હતું જેની કામગીરી અમદાવાદ એરપોર્ટ પર એનઆરજી ફાઉન્ડેશનને સોંપાઇ હતી. આ નિયમમાં અચાનક ફેરફાર કરી ઈન્સ્ટિટયુશ્નલ ક્વોરન્ટાઇન હટાવી હોમ આઇસોલેશન ફરજિયાત કરાયુ છે. આમ,વારંવાર બદલાતા નિયમોથી અસમંજસ ભરી પરિસ્થિતિ ઉભી થઇ છે.