Site icon Revoi.in

ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી

Social Share

અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે લવજેહાદનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લવજેહાદનો કાયદાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં લવજેહાદનો કાયદો આવનારી વિધાનસભામાં લાવવામાં આવશે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર વેગંવતો બન્યો છે. વડોદરામાં સીએમ રૂપાણીએ ચૂંટણીસભા ગજવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં મેટ્રોનું કામ ચાલુ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો ચાલુ કરવામાં આવશે. આગામી દિવસોમાં વિધાનસભામાં લવ- જેહાદનો કાયદો લાવામાં આવશે. લવ જેહાદનો કડક કાયદો આવનારી વિધાનસભામાં ભાજપ લાવવાની છે. ગુજરાતનો સૌથી મોટો ઓવરબ્રીજ ૨૫૦ કરોડના ખર્ચે વડોદરામાં બની રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપને વિજય બનાવી આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીનો પાયો આપણે નાખવાનો છે. કોંગ્રેસ ડૂબતી નાવ છે. ભાજપ પાસે મોદી જેવું નેતૃત્વ છે.