Site icon Revoi.in

લગ્નમાં મહેમાનોએ આ નિયમોનું પાલન કરવું પડશે,વિકી-કેટરિનાની આ નોટ થઈ વાયરલ

Social Share

મુંબઈ:કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. લગભગ તમામ મહેમાનો રાજસ્થાનના સવાઈ માધોપુર પહોંચી ગયા છે, પરંતુ લગ્નમાં આવનારા તમામ મહેમાનોને વિકી અને કેટરીના તરફથી ઈન્સ્ટ્રકશન લેટર આપવામાં આવી રહ્યો છે. તમામ મહેમાનોના રૂમમાં રાખવામાં આવેલી આ નોટમાં તેમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત, દરેકને તેમને આપવામાં આવેલી માહિતીનું નિયમિતપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

આ શાહી લગ્નમાં આવનાર મહેમાનો માટે વિકી અને કેટરીના દ્વારા મોબાઈલ ફોનને લઈને ખાસ માહિતી આપવામાં આવી છે. તેમને આપવામાં આવેલી નોટમાં લખ્યું છે કે આખરે તમે અહીં આવી ગયા. આશા છે કે તમે જયપુરથી રણથંભોર સુધીની સફરનો આનંદ માણ્યો હશે. હવે તમે બેસો અને આરામ કરો. આપ સૌને વિનંતી છે કે,તમે તમારા મોબાઈલ રૂમમાં મૂકીને આ કાર્યક્રમમાં ભાગ લો… આ નોંધમાં એવું પણ લખવામાં આવ્યું છે કે,આ લગ્નના કોઈપણ પ્રસંગનો ફોટો કોઈપણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે નહીં.

વિકી કૌશલ અને કેટરિનાના રોયલ વેડિંગમાં હાજરી આપવા માટે કપલ દ્વારા કેટલાક પસંદગીના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે અને કાલે ઘણા મહેમાનો મુંબઈથી રાજસ્થાન જવા રવાના થયા છે. આજથી કેટરિના કૈફ અને વિકીના લગ્ન સાથે જોડાયેલી વિધિઓ શરૂ થવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના તેના ભવ્ય સંગીતમાં ‘તેનુ કાલા ચશ્મા’, ‘નચદે ને સારે’ અને ‘તેરી ઔર’ જેવા પ્રખ્યાત ગીતો પર ડાન્સ કરવાની છે.

કોવિડ-19 મહામારી અને હોટલના નિયમોને કારણે વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં બોલિવૂડની હાજરી ઓછી હશે. કરણ જોહર, ફરાહ ખાન, નિત્યા મેહરા, ડૉ. જ્વેલ ગામાડિયા (કેટરિનાના ડૉક્ટર), યાસ્મીન કરાચીવાલા (તેના ટ્રેનર), અમિત ઠાકુર (હેરસ્ટાઇલિસ્ટ), ડેનિયલ બાઉર (મેકઅપ આર્ટિસ્ટ) અંગદ બેદી, નેહા ધૂપિયા, સની કૌશલની ગર્લફ્રેન્ડ શરવરી વાઘ,કબીર ખાન, મિની માથુર અને અંગિરા ધર જેવી ઘણી હસ્તીઓ આ શાહી લગ્નમાં હાજરી આપવાના છે. આમાંથી ઘણી સેલિબ્રિટીઓ લગ્ન સ્થળ પર પહોંચી છે.