Site icon Revoi.in

પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જી ત્રીજી વખત સીએમ તરીકે શપથ લેશે

Social Share

કલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે, મમતા બેનર્જી ત્રીજી વાર પ.બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આજે સવારે 10.45 એ શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, વિપક્ષના પૂર્વ નેતા અબ્દુલ મન્નાન અને ભારતીય સામ્યવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા બિમાન બોઝને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કોરોના મહામારીના કારણે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને તથા રાજકારણના દળોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જો કે આ સમારોહ માટે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.રાજકીય વિશ્વલેશકોના મંતવ્ય અનુસાર શપથવિધિમાં પ્રશાંત કિશોર અને ફિરહાદ હાકીમ આવી શકે તેમ છે.

પાર્ટીને ભારી બહુમતીથી મળેલી જીત બાદ ખુદ મમતા બેનર્જી નંદીગ્રામની ચૂંટણી હારી ગયા હતા. તેણીને ભાજપના શુભેન્દુ અધિકારીએ 1956 મતે પરાજય આપ્યો હતો. મમતા બેનર્જી ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. પરંતુ તેઓએ 6 મહિનાની અંદર વિધાનસભામાં આવવું પડશે.

2 મેના રોજ આવેલા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં 292 માંથી 213 બેઠકો જીતીને ટીએમસી ત્રીજી વખત સત્તા પર આવી. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપે 77 બેઠકો જીતી લીધી છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો એક પણ બેઠક જીતી શક્યા નહીં.