Site icon Revoi.in

તમિલનાડુની રાજનીતિમાં એવું તો શું છે કે હિંદુત્વનો કોઈ મુદ્દો ચાલતો નથી?

Social Share

નવી દિલ્હી:  તમિલનાડુની સત્તાધારી ડીએમકેના નેતાઓ ઉદયનિધિ સ્ટાલિન હોય કે એ. રાજા હોય કે અન્ય કોઈ નેતાઓ હોય, તેઓ શ્રીરામ, સનાતન અને બ્રાહ્મણ પર વિવાદીત ટીપ્પણીઓ કરતા રહે છે. તમિલનાડુમાં ધર્માંતરણ વિરોધી કાયદો બને છે, અને તેને થોડા વખતમાં પાછો કેંચવો પડે છે. તમિલનાડુમાં રામમંદિર બનાવવું (હવે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે), આર્ટિકલ-370ને હટાવવી (હવે કાશ્મીરમાંથી હટાવી દેવાય છે) અને યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જેવા હિંદુત્વના મુદ્દાઓ બિલકુલ ચાલતા નથી અથવા તો ખૂબ ઓછી અસર ધરાવે છે. ત્યારે સવાલ એ થાય છે કે આવું કેમ?

આની પાછળના કારણોને સમજવા માટે 100 વર્ષ પાછળ જવું પડશે. 1925માં તમિલનાડુમાં સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટની શરૂઆત થઈ હતી અને તેનું નેતૃત્વ પેરિયાર ઈવી રામાસ્વામીએ કર્યું હતું. તે સમયે ભારત આઝાદીની લડાઈ લડી રહ્યું હતું. ભેદભાવ અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આ દ્રવિડ આંદોલન શરૂ થયું હતું. કેરળના ત્રાવણકોરના રાજાના મંદિર તરફ જવાના માર્ગ પર 1924માં દલિતોની એન્ટ્રીને પ્રતિબંધિત કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે લોકોએ વિરોધ કર્યો, તેમને એરેસ્ટ કરવામાં આવ્યા. પેરિયારે પણ આમા ભાગ લીધો હતો અને તેમને પણ મહિનાઓ જેલમાં ગાળવા પડયા હતા.

એવા અહેવાલ આવ્યા કે કોંગ્રેસના ફંડથી ચેરંમહદેવી શહેરમાં ચાલી રહેલી સુબ્રમણ્યમ અય્યર ની સ્કૂલમાં ભોજન પિરસતી વખતે બ્રાહ્મણ અને બિન-બ્રાહ્મણ વિદ્યાર્થીઓની સાથે અલગ વ્યવહાર કરાતો હતો. તેના પર પેરિયારે કોંગ્રેસને આ સ્કૂલનું ફંડ બંધ કરવા માટે તાકીદ કરી, પણ કોંગ્રેસ માની નહીં . તેના પછી પેરિયારે કોંગ્રેસ છોડી અને આત્મસમ્માન આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનને દ્રવિડ આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું. પેરિયારના જણાવ્યા મુજબ, બિનબ્રાહ્મણોને તેઓ દ્રવિડ કહેતા હતા. અસ્પૃશ્યતા, અસમાનતા, ધાર્મિક વિશ્વાસ, બ્રાહ્મણવાદી વિચાર અને હિંદુ કુરીતિ પર આઘાત કરવા માટે આંદોલન શરૂ કરાયું હતું. તેના પહેલા તબક્કામાં તે બિન-બ્રાહ્મણ આંદોલન હતું અને તેને બે ઉદેશ્ય હતા. પહેલો ઉદેશ્ય હતો શિક્ષણ અને સામાજીક સ્થિતિઓમાં બ્રાહ્મણ અને બાકીની જાતિઓ વચ્ચેના ભેદને ઘટાડવો અને તેના માટે પછાત જાતિઓને વધુ ખાસ પ્રકારના અધિકારો અને છૂટછાટની માગણી પૂર્ણ કરવી. બીજો ઉદેશ્ય હતો કે પછાત જાતિઓનું આત્મસમ્માન મેળવવું એટલે કે પછાત જાતિઓને સમાન માનવાધિકારનો હક આપવો.

પેરિયારે જાતિ અને લિંગ આધારીત ભેદભાવને દૂર કરવા માટે મોટા સામાજીક સુધારાઓ પર ભાર મૂક્યો અને હિંદીના પ્રભુત્વનો પણ વિરોધ કર્યો. 1938માં પેરિયારની જસ્ટિસ પાર્ટી અને આત્મસમ્માન આંદોલન પરસ્પર જોડાઈ ગયા. આઝાદી બાદ થયેલી ચૂંટણીમાં પેરિયારે ભાગ લેવાનો ઈન્કાર કર્યો હતો. 1949માં પેરિયારના સૌથી નજીકના સાથીદારોમાંથી એક સી. એન. અન્નાદુરઈ વૈચારીક મતભેદોને કારણે અલગ થયા અને ડીએમકે બનાવીને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયા. અન્નાદુરઈની પાર્ટી સામાજીક લોકશાહી અને તમિલ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા પર આગળ વધી. તેણે તમિલનાડુમાંથી બ્રાહ્મણોના વર્ચસ્વને સંપૂર્ણપણે મિટાવી દીધું.

ભાજપનો વિજયરથ દેશભરમાં દોડે છે અને તે તમિલનાડુમાં આવીને થંભી જાય છે. તેનું કારણ ભાજપની વિચારધારા હિંદુત્વ છે અને તમિલનાડુમાં દ્રવિડ રાજનીતિ ચાલે છે. સૌથી પહેલા મોટા વિરોધ ભાષાનો છે. હિંદુત્વની રાજનીતિમાં સંસ્કૃત ભાષાનું મહત્વ છે. બીજી તરફ દ્રવિડ રાજનીતિમાં દ્રવિડ ભાષા તમિલ મહત્વપૂર્ણ છે. આજે ભલે હિંદી વધુ બોલાતી હોય, પરંતુ હિંદીનો જન્મ સંસ્કૃતમાંથી થયો અને તમિલ ભાષા દ્રવિડ કલ્ચરની મૂળ ભાષા છે. આ જ હિંદી ભાષાના તમિલનાડુમાં થઈ રહેલા વિરોધનું સૌથી મોટું કારણ છે.

તમિલનાડુમાં આઝાદીથી 1967 કસુધી કોંગ્રેસની સરકાર રહી. જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ અને લાલબહાદૂર શાસ્ત્રીના જમાનામાં સૌથી પહેલીવાર હિંદીને રાજભાષા તરીકે આખા દેશમાં લાગુ કરવાની કોસિશ કરવામાં આવી,ત્યારે તમિલનાડુ દક્ષિણ ભારતમાં હિંદી વિરોધનું પ્રતીક બની ગયું. આ હિંદી વિરોધી આંદોલનમાંથી સી.એમ. અન્નાદુરઈનો નેતા તરીકે જન્મ થયો હતો.

1965માં જ્યારે કેન્દ્ર સરકારે હિંદીને ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો, ત્યારે હિંદી વિરોધી આંદોલન છેડીને અન્નાએ મોટો રાજકીય ફાયદો મેળવ્યો. અન્નાની પાર્ટી ડીએમકેએ કામરાજ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવ્યા અને મિંજૂર ભક્તવત્સલમના સ્થાને અન્નાએ તમિલનાડુના સીએમનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ તબક્કામાં કોંગ્રેસની રાજનીતિ પર બ્રાહ્મણ નેતાઓનો કબજો હતો. અન્નાદુરઈએ બ્રાહ્મણવાદી સત્તાનો વિરોધ કર્યો અને આ બ્રાહ્મણવાદી સત્તાનો વિધ કરીતે તેઓ તમિલનાડુની રાજનીતિમાં ગોડફાધર જેવા રુતબા સુધી પહોંચી ગયા.

અન્નાદુરઈના બે શિષ્ય- એમ. જી. રામચંદ્રન અને એમ. કરુણાનિધી હતા. બંને નેતાઓ પહેલા અન્નાદુરઈની સથે જ ડીએમકેમાં હતા. 1969માં અન્નાદુરઈના નિધન બાદ ડીએમકેનું નેતૃત્વ એમ. કરુણાનિધિના હાતમાં આવ્યં. મતભેદ બાદ રામચંદ્રને નવી પાર્ટી બનાવી હતી. બંને વચ્ચે ભ્રષ્ટાચારના મામલે ટકરાવ વધ્યો. ફિલ્મોમાં એમજીઆરના પ્રભાવને ઘટાડવા માટે કરુણાનિધિએ પોતાના પુત્ર એમ. કે. મુત્તૂને મોટા લેવલે લોન્ચ કર્યો, પરંતુ તે ફ્લોપ રહ્યો. કરુણાનિધિની આ હરકત એમજીઆરને પસંદ પડી નહીં અને તેમણે ખુલીને કરુણાનિધિ પર કરપ્શનનો આરોપ લગાવવાનું શરૂ કર્યું હતું. તેના પછી કરુણાનિધિએ એમજીઆરને પાર્ટીમાંથી બરખાસ્ત કર્યા હતા.

17 ઓક્ટોબર, 1972ના રોજ એમજીઆરએ ડીએમકેથી લગ થઈને એડીએમકે બનાવી અને બાદમાં તેનું નામ એઆઈએડીએમકે કરાયું.

કોંગ્રેસ પછી લગભગ 55 વર્ષથી તમિલનાડુનું પોલિટિક્સ ડીએમકે અને એઆઈએડીએમકેની આસપાસ ફરી રહ્યું છે. એમ. કરુણાનિધિએ 18 વર્ષ 360 દિવસ, જયલલિતાએ 14 વર્ષ અને 124 દિવસ અને એમ. રામચંદ્રને 10 વર્ષ 65 દિવસ સુધી રાજ્ય કર્યું. આમ આ ત્રણેય નેતાઓએ તમિલનાડુ પર 42 વર્ષ રાજ કર્યું. ત્રણેય નેતાઓ દ્રવિડ રાજનીતિમાંથી નીકળ્યા અને ત્રણેય નેતાઓ બાદ પણ રાજ્યમાં દ્રવિડ રાજનીતિ નબળી પડી નહીં.

તમિલનાડુમાં બ્રાહ્મણ બહુલ ક્ષેત્રના ધારાસભ્ય સીવી શેખરે 2016માં નિવેદન આપ્યું હતું કે તમિલનાડુમાં બ્રાહ્મણના ઘરે પેદા થવું શ્રાપ છે. રાજ્યમાં માત્ર 4 ટકા બ્રાહ્મણ છે અને તેના કારણે તેમને અવગણવામાં આવે છે. તમિલનાડુ ઘરેલુ પેનલ સર્વેક્ષણના પ્રી-બેસલાઈન સર્વેક્ષણ 2018-19 પ્રમાણે પછાત વર્ગ અને સૌથી પછાત વર્ગની રાજ્યમાં અનુક્રમે 45.5 ટકા અને 23.6 ટકા વસ્તી છે.

તમિલનાડુમાં બ્રાહ્મણોની સ્થિતિ નબળી પડવાનું કારણ અય્યર અને આયંગર સમુદાયની અદાવત છે. તમિલનાડુમાં અય્યર અને આયંગરની અદાવત રાજનીતિથી પણ આગળ વધીને દશકાઓથી ચાલી રહી છે. અય્યર અને આયંગરની લડાઈ પૂજા પદ્ધતિને લઈને છે. અય્યર બ્રાહ્મણ અદ્વૈત વેદાંતનું અનુસરણ કરે છે, જેની શરૂઆત આદિ શંકરાચાર્યે કરી હતી.તેઓ ધોતી અથવા વેષ્ટી પહેરે છે. આ બ્રાહ્મણ તમિલનાડુ સિવાય, આંધ્રપ્રદેશ અને કેટલીક હદે કર્ણાટકમાં પણ રહે છે. તેમની ગણતરી સૌથી વશિષ્ઠ જાતિમાં થાય છે.

તમિલ બ્રાહ્મણોમાં બીજી ઉપજાતિ અયંગર બ્રાહ્મણોની છે. તમિલ ભાષા હિંદુ બ્રાહ્મણ અયંગર વિશિષ્ઠાદ્વૈતનું અનુસરણ કરે છે. તેની શરૂઆત આચાર્ય રામાનુજે કરીહ  હતી. અયંગર જ્યાં માત્ર બ્રહ્મ પર વિશ્વાસ કરે છે અને દુનિયાને એક માયાનું સ્વરૂપ માને છે. અયંગરનું માનવું છે કે જગત પણ બ્રહ્મનો જ હિસ્સો છે. તેવામાં બ્રહ્મની સાથે જગતનું સમ્માન પણ જરૂરી છે. આયંગર બ્રાહ્મણોની બે પેટાજાતિઓ છે- વડકલઈ અને તેનકલાઈ. આયંગરની આ બે પેટાજાતિઓમાં પણ પૂજાપદ્ધતિને લઈને સદીઓથી ઘર્ષણ ચાલે છે. વડકલાઈ અને તેનકલાઈમાં વિવાદ એટલો ઘેરો છે કે તેને લઈને ફરી એકવાર મદ્રાસ હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે જ્યાં સધી ધરતી છે, ત્યાં સુધી તેમનો ઝઘડો સમાપ્ત થઈ શકશે નહીં.

 

આઝાદી સુધી તમિલનાડુમાં બ્રાહ્મણ રાજનીતિનું ઘણું વર્ચસ્વ રહ્યું પરંતુ સમય વિતવાની સાથે દ્રવિડ આંદોલન અને દલિત રાજનીતિના ઉભરવાની સાથે રાજકારણ પણ બદલાયું. ડીએમકે અને એઆઈએડીએમકેના દબદબાએ જાતિ સમીકરણો ધ્વસ્ત કર્યા. મહત્વપૂર્ણ છે કે જયલલિતા રાજ્યના મુખ્યમંત્રી બનનારા આખરી બ્રાહ્મણ નેતા હતા. મુખ્યમંત્રી બનનારા તેઓ રાજ્યના બીજા બ્રાહ્મણ નેતા હતા.

બ્રિટિશ કાળમાં જ બ્રાહ્મણોએ પ્રશાસન પર પોતાની સંપૂર્ણ પકડ જાળવી રાખી હતી. પરંતુ તે ક્યારેય પણ રાજ્યાની ધારાસભામાં હાવી થયા ન હતા. બાદમાં પેરિયારના આંદોલનમાં બિનબ્રાહ્મણોએ બ્રાહ્મણોને બેકફૂટ પર ધકેલી દીધા. તમિલનાડુમાં ડીએમકેના સત્તામાં આવ્યા બાદ બ્રાહ્મણોની વાપસીનો માર્ગ જ એક પ્રકારે બંધ થઈ ગયો. ડીએમકેના પહેલા મુખ્યમંત્રી સી. એન. અન્નાદુરએ આક્રમક બ્રાહ્મણ વિરોધી નીતિનું પાલન કર્યું નથી. પરંતુ કહેવામાં આવે છે, તેમના ઉત્તરાધિકારી એમ. કરુણાનિધિએ સુનિશ્ચિત કર્યું કે સમગ્ર સરકારી અને કાર્યકારી તંત્રમાંથી બ્રાહ્મણોનો સફાયો કરવામાં આવે, આ સ્વાભાવિક પણ હતું કે ઓબીસીની વસ્તી 80 ટકા હતીઅને બ્રાહ્મણ 4 ટકા જેટલા.