Site icon Revoi.in

રાહુલ ગાંધી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે વાયનાડ બેઠકનું શું છે જાતિગત સમિકરણ ?

Social Share

19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાન થયું હતું. હવે બીજા તબક્કામાં આજે કેરળની તમામ 20 સંસદીય ક્ષેત્રોમાં મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સીપીઆઈના નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમનના જનરલ સેક્રેટરી અને પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહ્યા છે.

2009થી સતત જીતી રહેલી કોંગ્રેસને 2019માં પણ અહીંથી સફળતા મળી હતી. 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ CPIના પીપી સુનિરને 4 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. રાહુલને 7 લાખ 6 હજાર 367 વોટ મળ્યા જ્યારે સુનીરને 2 લાખ 74 હજાર 597 વોટ મળ્યા હતા. તફાવત 4,31,770 મતનો હતો.

પુરૂષ અને મહિલા મતદારો

વાયનાડ લોકસભા સીટ 2019માં મતદારોની સંખ્યા 10 લાખ 92 હજાર 197 હતી. જેમાં પુરૂષ મતદારો 5 લાખ 29 હજાર 74 અને મહિલા મતદારો 5 લાખ 60 હજાર 841 હતા.2011ની વસ્તી ગણતરી મુજબ, અહીં ST મતદારો આશરે 123,263 (આશરે 9.1%) છે, જ્યારે મુસ્લિમ મતદારોની સંખ્યા લગભગ 559,422 છે જે લગભગ 41.3% છે. આ બેઠક પર ખ્રિસ્તી મતદારોની સંખ્યા પણ લગભગ 185,571 (13.7%) છે. આ સાથે અહીં હિંદુ મતદારોની સંખ્યા અંદાજે 609,540 (45%) છે.