Site icon Revoi.in

દિલ્હીના નેશનલ ઝૂલોજિકલ પાર્કમાં સફેદ વાઘના બચ્ચા મુક્ત કરાયાં

Social Share

નવી દિલ્હીઃ નેશનલ ઝૂઓલોજિકલ પાર્કમાં સફદ વાઘના બચ્ચાને મુક્ત કરવામાં આવ્યું છે. વાઘના આ બાળકને જોઈને પાર્કમાં આવેલા પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ વાઘના બચ્ચાને મુક્ત કર્યા ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ વન્યજીવ સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા. નેશનલ ઝૂલોજિકલ પાર્કમાં સફદ વાઘની જોડી છે હવે વધારે બે બચ્ચાનો વધારો થયો છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીના નેશનલ ઝૂઓલોજિકલ પાર્કમાં સફેદ વાઘના બચ્ચાને સફેદ વાઘના બચ્ચાને મુક્ત કર્યા હતા. તેણે માદા બચ્ચાનું નામ અવની રાખ્યું, જેનો અર્થ થાય છે પૃથ્વી અને નર બચ્ચા વ્યોમ, જેનો અર્થ થાય છે બ્રહ્માંડ. આ બચ્ચાઓના પિતાનું નામ વિજય અને માતાનું નામ સીતા છે. આ બચ્ચા આઠ મહિનાના છે અને ગયા વર્ષે ઓગસ્ટમાં તેનો જન્મ થયો હતો.

આ પ્રસંગે ભૂપેન્દ્ર યાદવે મિશન લાઇફને પ્રોત્સાહન આપવા માટે શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો, અને ટકાઉ જીવનશૈલી અને કુદરતી સંસાધનોના સંરક્ષણનું મહત્વ શેર કર્યુ હતું. નવી દિલ્હીની વિવિધ શાળાઓના લગભગ 100 વિદ્યાર્થીઓ અને સ્ટાફે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.

દેશમાં વાઘની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ દેશમાં 3 હજારથી વધારે વાઘની વસ્તી છે. આ ઉપરાંત દેશમાં સિંહ અને દીપડાની વસ્તીમાં વધારો થયો છે. આ ઉપરાંત તાજેતરમાં જ આફ્રિકાથી ચિત્તા પણ લાવવામાં આવ્યાં હતા. આમ હવે દેશમાં વાઘ-સિંહ અને દીપડા ઉપર ચિત્તા પણ ઉપલબ્ધ બન્યાં છે.