Site icon Revoi.in

સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા લેવા મહાત્મા ગાંધીથી વધુ શ્રેષ્ઠ કોણ હોઈ શકે: પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ સરકારના આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીને યાદ કરીને ટ્વીટ કર્યું હતું કે, “આજે વિશ્વ સાયકલ દિવસ છે અને ટકાઉ અને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા લેવા મહાત્મા ગાંધીથી વધુ શ્રેષ્ઠ કોણ હોઈ શકે.”

પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વ સાઈકલ દિવસ નિમિત્તે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ વિશ્વ સાયકલ દિવસની દેશની જનતાને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ (LIFE)ની વિભાવનાનો ઉલ્લેખ કરતા મહાત્મા ગાંધીજીની સાઈકલ ચલાવતી તસવીર શેર કરી હતી. તેમજ ટ્વીટર ઉપર લખ્યું હતું કે, “પર્યાવરણ માટે જીવનશૈલી (LIFE), આજે વિશ્વ સાયકલ દિવસ છે અને ટકાઉ અને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા લેવા મહાત્મા ગાંધીથી વધુ શ્રેષ્ઠ કોણ હોઈ શકે.”