Site icon Revoi.in

ભારતના આગામી CJI કોણ હશે, કેન્દ્ર સરકારે માંગ્યા નામ 

Social Share

દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું છે.સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી.તેમણે કહ્યું કે આ પત્ર શુક્રવારે સવારે જ મોકલવામાં આવ્યો છે.

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સીજીઆઈ પછી સૌથી વરિષ્ઠ જજ છે અને આ પદના મુખ્ય દાવેદાર છે.

મુખ્ય ન્યાયાધીશ તેમના અનુગામી તરીકે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને નોમિનેટ કરે છે. આ સંમેલન અનુસાર જસ્ટિસ ચંદ્રચુડ દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે.