Site icon Revoi.in

શા માટે ડોક્ટર્સ દહીં ખાવાની સલાહ આપે છે,જાણો દહીંમાં રહેલા સ્વાસ્થ્ય લક્ષી ગુણો વિશે

Social Share

સામાન્ય રીતે જ્યારે ડાયેરિયા થતા હોય કે પાટન શક્તિ બનળી પડી હોય ત્યારે ડોક્ટર્સ દરેક લોકોને દહીં ખાવાની સલાહ ાપતા હોય છે દહીને આરોગ્યનો ખજાનો પણ કહે છે,દહીમાં થી ભરપુર પ્રોટિન મળી રહે છે તો ચાલો જાણીએ દહીમાં રહેલા ગુણઘર્મો વિશે.

ખાસ કરીને દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન,લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન  B6 અને વિટામિન B12 વગેરે હોય છે. દહીં સુંદરતા અને સ્વાસ્થય બન્ને માટે ફાયદાકારી છે. દહીને દૂધ કરતા વધારે ફાયદાકારી ગણાય છે.

જે લોકોને પેટથી સંબંધિત પરેશાનીઓ રહે છે , તેને નિયમિત સેવન કરવું જોઈએ. દહીંમાં એવા બેક્ટીરિયા હોય છે જે પેટના રોગને ઠીક કરે છે. દહીંમાં બેસન મિક્સ કરી લગાવવાથી ખીલ ઠીક થઈ જાય છે. દહીં અમને લૂ લાગવાથી બચાવે છે અને લૂ લાગી જતા પર તેનું સેવન ફાયદાકારી હોય છે.
સામાન્ય રીતે દહી ભાતને લોકો કબજિયાતની સમસ્યા માટે રામબાણ માને છે, પરંતુ તે રોજ ખાવું ન જોઇએ. ચાર દિવસમાં એકવારતેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે. પ્રોબાયોટિક ફૂડ યોગ્ય રીતે, સમય અને માત્રામાં ન ખાવામાં આવે તો હાનિકારક બની શકે છે.
ડૉક્ટરના મતે દહી રાત્રે ન ખાવું જોઇએ. દહીમાં કાલ વિરોધી તત્વ હોય છે. રાત્રે દહીં ખાવાથી શરીરમાં વધુ પડતી લાળ ઉત્પન્ન થાય છે, જેના કારણે છાતીમાં ચેપ અને ત્વચા સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે.
દહીં ખાવાથી શરીરથી ચરબી ઓછી થાય છે. દહીં, દૂધથી વધારે અસરદાર હોય છે. તેનાથી હાડકાઓ અને દાંત મજબૂત હોય છે. આ આસ્ટિયોપોરોસિસથી લડવામાં પણ મદદ કરે છે.
સનબર્ન થતા બર્ન થયેલ જગ્યા પર દહીં લગાવાથી રાહત મળે છે.