Site icon Revoi.in

મેથી ની ભાજી વરસાદની સિઝનમાં શા માટે ખાવી જોઈએ ,જાણીલો તેમાં રહેલા ગુણો

Social Share

 

ચોમાસામાં લીલા શાકભાજી ખાવાની દરેક લોકોથી માંડિને ડોક્ટર્સ પણ સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી  સ્વાસ્થ્ય માટે લીલા પાન વાળા શાકભાજી ખૂબ ગુણકારી હોય છે,આ સિઝનમાં  મેથીભાજી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે દૂર. લીલી મેથીમાંથી શાક, પરાઠા, થેપલા અને સૂપ બનાવી શકાય છે.

મેથીના શાકમાં ડુંગળી ઉમેરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. જે લોકોને બ્લડપ્રેશર હોય તેમના માટે મેથીનું શાક ગુણકારી છે. મેથીનું શાક ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.લીલી મેથીમાં ગેલોપ્ટોમાઈનન નામનું તત્વ હોય છે જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

આ સાથે જ મેથીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડંટ હોય છે. મેથી ખાવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર થાય છે. સવારે લીલી મેથીમાંથી બનાવેલો ઉકાળો પીવામાં આવે તો કબજિયાતમાં રાહત મળે છે.મેથીમાં ફાયબર હોવાથી તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.મેથી ખાવાથી બોડીમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું બેલેન્સ જળવાય છે. તેમાં રહેલું પોટેશિયમ હાર્ટને હેલ્ધી રાખે છે.

થીની ભાજી ખાવાથી બોડીમાં રહેલાં ટોક્સિન્સ નીકળી જાય છે. જેનાથી સ્કિન હેલ્ધી બને છે અને નિખાર આવે છે.મેથીની ભાજીમાં ફોસ્ફરસ હોય છે. જેનાથી દાંત મજબૂત બને છે અને પેઢીની પ્રોબ્લેમ્સ સામે રક્ષણ મળે છે.મેથીમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે.