Site icon Revoi.in

2024 સુધી ભારતનો ભાગ બની શકે છે POK: કેંદ્રીય મંત્રી કપિલ પાટીલ

Social Share

થાણે: કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સંભવતઃ 2024 સુધીમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ભારતનો ભાગ બની જશે. ‘વડાપ્રધાન મોદીએ દેશનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવું જોઈએ કારણ કે તેમણે CAA (સંશોધિત નાગરિકતા કાયદો લાવવામાં), બંધારણની કલમ 370 અને 35A વગેરેની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરવાનું કામ કર્યું છે. મને લાગે છે કે 2024 સુધીમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનો ભાગ બની જશે.

શનિવારે રાત્રે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં થાણે જિલ્લાની ભિવંડી બેઠકના સાંસદ પાટીલે આયોજિત એક કાર્યક્રમમાં પંચાયતી રાજ બાબતોના રાજ્યમંત્રી પાટીલે કહ્યું હતું કે મોદી બટાકા અને ડુંગળીના ભાવ ઘટાડવા માટે પ્રધાનમંત્રી નથી બન્યા. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાને કોઈ સમર્થન આપશે નહીં. એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે, ‘ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ દેશ માટે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.’