Site icon Revoi.in

તેલંગણા, તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે મળીને બંધારણીય ઢાંચાને બચાવીશ: મમતા બેનર્જી

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા નેશનલ લેવલ પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને અન્ય રાજ્યોમાં જીત મેળવતા રોકવા માટે તે હવે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની પણ મદદ લેવા માટે તૈયારી બતાવી રહી છે. હાલમાં જ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુ, તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે મળીને બંધારણના ઢાંચાંને બચાવવાના પ્રયાસો કરાશે.

મમતા બેનર્જીએ ત્રીજા મોરચાના સંકેત આપીને કહ્યું હતું કે કોંગ્રેસ તેના રસ્તે છે અને અમે અમારો રસ્તો કરીશું. 2024માં મોદીને હરાવવા હશે તો યુપી અને પશ્વિમ બંગાળમાં વિપક્ષોએ જીત મેળવવી પડશે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અખિલેશ યાદવ માટે પ્રચાર કરીને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે જે રાજ્યમાં મહિલાઓને જીવતી સળગાવી દેવાય છે, જ્યાં ખેડૂતોની હત્યા કરી દેવામાં આવે છે ત્યાં સત્તા પરિવર્તન જરૂરી છે.

જો કે જાણકારોને કહેવા પ્રમાણે મમતા બેનર્જીની રેસ હવે વડાપ્રધાનના પદ મેળવવાની હોય તેમ લાગી રહ્યું છે પણ ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીને કોઈ પણ રાજ્યમાંથી યોગ્ય પ્રકારનો સહયોગ મળ્યો નથી અને કેટલાક રાજ્યોની જનતા તેમને પસંદ કરી રહી નથી.

મમતા બેનર્જીએ તેમ પણ કહ્યું કે યુપીમાં તૃણમૂલ કોંગ્રેસે એટલા માટે જ ઉમેદવારો ઉતાર્યા નથી. કારણ કે જો એવું થાય તો અખિલેશ યાદવને નુકસાન થાય. અખિલેશ યાદવ એક પણ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના કારણે નબળા પડે એવું થવા દેવું નથી.