Site icon Revoi.in

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝા? બૃજભૂષણ શરણ સિંહનું વધ્યું ટેન્શન

Social Share

નવી દિલ્હી : મોટિવેશનલ સ્પીકર અને ટીચર અવધ ઓઝાના આગામી લોકસભા ચૂંટણી દ્વારા રાજકારણમાં પ્રવેશને લઈને ચર્ચાઓ છે. તેઓ ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણીમાં યુપીની બે બેઠકોમાંથી એક પરથી ઉમેદવાર બને તેવી શક્યતા છે. ગત કેટલાક દિવસોથી અવધ ઓઝાએ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા સાથે મુલાકાત પણ કરી હતી. તેના પછી અટકળોને વધુ બળ મળ્યું છે.

ભાજપ અવધ ઓઝાને યુપીની કૈસરગંજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. કૈસરગંજ પરથી હાલ બૃજભૂષણ શરણ સિંહ સાંસદ છે. ઘણીવાર લોકસભા ચૂંટણી જીતી ચુકેલા બૃજભૂષણ પર ઘણી મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. તેના પછી તેમની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. તેવામાં હજી સુધી બૃજભૂષણને ભાજપે ટિકિટ આપી નથી અને સંભાવના વ્યક્ત કરાય છે કે પાર્ટી આ વખતે તેમની ટિકિટ કાપી પણ શકે છે. તેમના સ્થાને અવધ ઓઝાને મેદાનમાં ઉતરાય તેવી શક્યતા છે. અવધ ઓઝા યુપુના ગોંડાના મૂળ વતની છે અને સોશયલ મીડિયા પર ઘણાં લોકપ્રિય છે. યૂટ્યૂબ, ઈંસ્ટાગ્રામ પર તેમની રીલ્સ ઘણી વાયરલ થઈ રહી છે.

બીજી બેઠક, જેના પર અવધ ઓઝાની ચૂંટણી લડવાની સંભાવના છે, તે પ્રયાગરાજ બેઠક છે. સૂત્રો મુજબ, અત્યાર સુધી પ્રયાગરાજથી સાંસદ રહેલા રીટા બહુગુણા જોશીની ટિકિટ પણ ભાજપ કાપે તેવી સંભાવના છે. પાર્ટી અહીંથી અવધ ઓઝાને ટિકિટ આપે તેવી પણ સંભાવના છે. પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં સ્ટૂડન્ટ્સ કોચિંગ માટે આવતા હોય છે અને અવધ ઓઝાના લોકપ્રિય ટીચર હોવાના કારણે ભાજપને ફાયદો થવાની શક્યતા છે. જો કે અવધ ઓઝા રાજકારણમાં આવાની ખ્વાહિશ વ્યક્ત કરી ચુક્યા છે, પરંતુ શું ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે અને જો લડે છે તો કૈસરગંજ અથવા પ્રયાગરાજમાંથી કોઈ એક બેઠક પરથી તેમને ઉતારી શકાય ચે, તેના પર તેમણે ચુપકીદી સાધી રાખી છે. આના સંદર્ભે અત્યાર સુધી તેમણે કોઈપણ સત્તાવાર નિવદન આપ્યું નથી.

ભાજપે અત્યાર સુધી ઉમેદવારોની બે યાદીઓ જાહેર કરી છે. પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી. તો બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. માત્ર પહેલી યાદીમાં યુપીના ઉમેદવારોની જાણકારી આપવામાં આવી છે. ભાજપના પહેલા લિસ્ટમાં બૃજભૂષણ શરણ સિંહ, મેનકા ગાંધી, વરુણ ગાંધી વગેરે જેવા મોટા નામોને સ્થાન આપવામાં આવ્યું નથી, તેના પછી અલગ-અલગ પ્રકારની અટકળો લગાવાય હતી. મહિલા પહેલવાનોની સાથે યૌન શોષણ મામલામાં બૃજભૂષણનું નામ આવવાના કારણે માનવામાં આવે છે કે પાર્ટી લોકસભા ચૂંટણીમાં તેમનાથી અંતર બનાવે તેવી શક્યતા છે. જો કે સૂત્રોનો એવો પણ દાવો છે કે મોટો ચહેરો હોવાને કારણે ભાજપ બૃજભૂષણના કોઈ નિકટવર્તીને ટિકિટ આપે તેવી શક્યતા છે. આ સિવાય સુલ્તાનપુર અને પીલીભીતના સાંસદ મેનકા ગાંધી અને વરુણ ગાંધીની ટિકિટો પણ કાપવામાં આવે તેવી શક્યતા છે.