Site icon Revoi.in

ગુજરાતમાં નવી શિક્ષણ નિતિના અમલ સાથે યુનિવર્સિટીઓનો વહિવટ બોર્ડ ઓફ ગવર્નન્સ કરશે

Social Share

રાજકોટઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે.નવી શિક્ષણનીતિ અંતર્ગત સરકારી યુનિવર્સિટીઓનો વહિવટ સેનેટ કે સિન્ડિકેટ (એક્ઝિક્યુટિવ કાઉન્સિલ)ને બદલે બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં નવા સત્રથી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ થવાનો છે. શિક્ષણનીતિ અમલી થયા બાદ યુનિવર્સિટીનું સંપૂર્ણ સંચાલન BoG (બોર્ડ ઓફ ગવર્નન્સ) દ્વારા કરવામાં આવશે. એટલે કે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ, સેનેટ સહિતની જે સમિતિઓ કાર્યરત છે. અને આ સત્તામંડળના સભ્યો દ્વારા યુનિવર્સિટીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તે સમિતિઓનું વિસર્જન કરી દેવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  નવા શૈક્ષણિક વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલી  શરૂ કરી દેવાશે અને ત્યારબાદ બોર્ડ ઓફ ગવર્નન્સ અસ્તિત્વમાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020માં દર્શાવ્યું છે કે અસરકારક પ્રશાસન અને નેતૃત્વ જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઉત્કૃષ્ટતા અને નવીનતાની સંસ્કૃતિના નિર્માણને સક્ષમ બનાવે છે. સર્વોચ્ચ ગુણવત્તાનું નેતૃત્વ સુનિશ્ચિત કરવા અને શ્રેષ્ઠતા સંસ્થાગત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પગલાં લેવામાં આવશે. આવા પગલાં લેવાં તૈયાર સંસ્થાઓને યોગ્ય માન્યતાઓ પ્રાપ્ત થયા પછી BoGની સ્થાપના કરવામાં આવશે, આ પ્રક્રિયા દરમિયાન તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પ્રોત્સાહન, સમર્થન અને માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ 2034 સુધીમાં તેને સ્વાયત્ત બનાવવાનો ઉદ્દેશ્ય રખાશે અને આવા સશક્ત BoGની રચના કરાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ યુનિવર્સિટીઓમાં સ્થાપિત બોર્ડ ઓફ ગવર્નન્સ યાને BoGને કોઈપણ બાહ્ય દખલગીરીથી મુક્ત રીતે સ્વતંત્ર સંચાલન ક૨વા, સંસ્થાના વડા સહિત તમામ નિમણૂક કરવા અને પ્રશાસન સંબંધિત તમામ નિર્ણયો લેવા માટે સત્તા આપવામાં આવશે. બીઓજી પાસે વ્યાપક સત્તા હશે કે  પહેલાંના અન્ય કાયદાઓના કોઈ પણ ઉલ્લંઘનકારી જોગવાઈઓને બદલી શકશે.  BoGની રચના, નિમણૂક, કામગીરીના નિયમો, નિયમો અને કાયદાઓ અને BoGની ભૂમિકાઓ અને જવાબદારીઓનો સમાવેશ થતો હોય બોર્ડ દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા બોર્ડના નવા સભ્યોની ઓળખાણ કરવામાં આવશે; નવા સભ્યોની પસંદગી બીઓજી દ્વારા કરાશે.