Site icon Revoi.in

ડ્રગ્સની હેરાફેરીમાં હવે મહિલાઓ પણ જોડાઈ, રાંચીમાં ડ્રગ્સ કેસમાં મહિલા સહિત 4ની ધરપકડ

Social Share

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો છે. હવે ડ્રગ્સ તસ્કરીમાં ગ્લેમસરનો ઉમેરો થયો છે. હવે સુંદર મહિલાઓ ડ્રગ્સની તસ્કરી કરવાની સાથે વેચાણ કરતી હોવાનું મનાઈ રહ્યું છે. દિલ્હીમાં મૉડલિંગ કરતી જ્યોતિ ભારદ્વાજ પકડાયા બાદ રાંચી પોલીસે અન્ય મહિલા તસ્કર રિઝવાના તાજ સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. પોલીસે રિઝવાના તથા અન્ય ત્રણ આરોપીઓને રાંચીના ગ્લેક્સિયા મોલ પાસેથી ઝડપી લેવામાં આવ્યાં છે. પોલીસે રિઝવાના ઉપરાંત આનંદ મુંડા, વિકાસ સિંહ અને અમિત કુમાર સોનીની ધરપકડ કરીને તેમની પાસેથી 30 ગ્રામ બ્રાઉન સુગર મળી આવ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રિઝવાના આંતરજિલ્લા ડ્રગ્સનો વેપાર કરે છે. પોલીસ આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા પાંચ મોબાઈલ ફોનની પણ તપાસ કરી રહી છે. રાંચી ઉપરાંત બોકારો અને ધનબાદની મહિલાઓ પણ આ ધંધામાં સામેલ છે. ત્રણ આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, રાંચી પોલીસની ટીમે પલામુ પોલીસની મદદથી ચેનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો અને રિઝવાના તાજને પકડી પીડી હતી.

પૂછપરછ દરમિયાન રિઝવાનાએ જણાવ્યું છે કે તે ઝારખંડના ઘણા જિલ્લામાં બ્રાઉન સુગર સપ્લાય કરે છે. કોતવાલીના એએસપી મુકેશ લુનાયતે જણાવ્યું કે રિઝવાના પતિ ટિંકુ કુરેશી ડ્રગ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. હાલ તે જેલમાં છે. ટિંકુ કુરેશી જેલમાં ગયા બાદ રિઝવાના ડ્રગ્સનો ધંધો સંભાળતી હતી. આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેઓ રિઝવાના પાસેથી બ્રાઉન સુગર ખરીદતા હતા. આખો ધંધો ફોન પર ચાલે છે. તેઓ બ્રાઉન સુગર ખરીદનારા લોકોનો ફોન પર સંપર્ક કરતા હતા, ત્યારબાદ એક નિશ્ચિત જગ્યા નક્કી કરવામાં આવી હતી અને ત્યાં બ્રાઉન સુગર સપ્લાય કરવામાં આવતી હતી.