Site icon Revoi.in

વિશ્વના નેતાઓ PM મોદીની પ્રસંશા કરે છે જ્યારે રાહુલ વિદેશી ધરતી ઉપર PMનું અપમાન કરે છેઃ અનિલ વિજ

Social Share

નવી દિલ્હીઃ હરિયાણાના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી અનિલ વિજે ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. વિજે ટ્વીટમાં લખ્યું છે કે, દુનિયાભરના દેશોના નેતાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નથી અને આપણા દેશના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરે છે. દરેક ભારતીયે આવા નેતાનો બહિષ્કાર કરવો જોઈએ.

ગૃહમંત્રી અનિલ વિજએ વધુમાં કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી લંડનની મુલાકાત વખતે પોતાના નિવેદનો માટે માફી નહીં માંગે તો ભારતના દેશભક્તોએ કોંગ્રેસ નેતા અને તેમની પાર્ટીનો બહિષ્કાર કરવો જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. જેના માટે વિજે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, 70 વર્ષમાં કાશ્મીર પર કેમ ધ્યાન ન આપ્યું. 

વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન સાથે બેસીને તેમને સમજાવી પણ શકે છેઃ રાહુલ ગાંધી

તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ખબર નથી કે કાશ્મીરને શું જોઈએ છે, કાશ્મીરને વિકાસની જરૂર છે અને ભાજપ વિકાસ કરી રહી છે. જો કાશ્મીર પર ધ્યાન આપવામાં આવ્યું હોત, જો કાશ્મીરમાં રોજગારી આપવામાં આવી હોત તો કાશ્મીરના યુવાનોએ હથિયાર ન ઉઠાવ્યા હોત. અમારી સરકાર કામ કરી રહી છે, તેથી વધુ સારું છે કે નિવેદનો કરવાને બદલે રાહુલ ગાંધી કામો જોવા જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન તેમમે ભારતીય મૂળના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.