Site icon Revoi.in

યો યો હની સિંહની પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો: કોર્ટમાં અરજી દાખલ કરી

Social Share

મુંબઈ :સિંગર યો યો હની સિંહ પર તેની પત્ની શાલિની એ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. હની સિંહની પત્નીએ કહ્યું હતું કે, સિંગર કરિયરમાં આગળ વધતા અને પૈસા મળતા તે તેની સાથે ઘણું જ ખરાબ વર્તન કરતો હતો.

શાલિનીએ હની સિંહ વિરુદ્ધ કરેલ અરજીમાં ઘણા ખુલાસા કર્યા છે જેમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે તે ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બની હતી. શાલિનીએ કહ્યું હતું કે, તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હની સિંહ ગુસ્સે થયો હતો અને ઘણો માર માર્યો હતો કારણ કે હની સિંહ પોતાની મેરિડ લાઇફ દુનિયાથી છુપાવવા માગતો હતો.

શાલિનીએ એમ પણ દાવો કર્યો છે કે, હની સિંહના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. ‘બ્રાઉન રંગ દે’ના શૂટિંગ દરમિયાન હની સિંહને સેક્સ્યુઅલ રિલેશનશિપ દરમિયાન તેણે એક યુવતી સાથે રંગે હાથ પકડ્યો હતો. આ સમયે હની સિંહે તેને દારૂની બોટલ છૂટી મારી હતી.

શાલિનીએ સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજીત સિંહ તથા નણંદ સ્નેહા સિંહનું નામ લીધું છે. શાલિનીએ સાસરિયા તેની પર અત્યાચાર ગુજારતા હોવાની વાત કરી છે.શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ફરિયાદ કરી છે.

Exit mobile version