Site icon Revoi.in

તમે એટલા પણ ભોળા નથી, બાબા રામદેવને ફરીથી સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો

Social Share

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે ફરીથી ઠપકો આપ્યો છે. આ વખતે સહયોગી બાલકૃષ્ણ સાથે ફરીથી માફી માંગવા માટે ગયેલા પતંજલિના પ્રમુખના એટીટ્યૂડ પર અદાલતે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે તમે ત્રણ વખત નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. રામદેવ અને બાળકૃષ્ણનું કહેવું છે કે તેઓ જાહેરમાં માફી માંગવા માટે તૈયાર છે.

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પતંજલિ આયુર્વેદની વિરુદ્ધ ચાલુ અનાદરના કેસ પર સુનાવણી થઈ. મામલાની સુનાવણી કરી રહેલા જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ. અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું છે કે તેમમે યોગ માટે ઘણું બધું કર્યું છે. ખંડપીઠે કહ્યું છે કે તમે યોગ માટે જે કર્યું છે, તેના પર અમે તમારું સમ્માન કરીએ છીએ.

બીજી તરફ રામદેવ બાબાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમનો ઉદેશ્ય સુપ્રીમ કોર્ટની ગરિમા ઘટાડવાનો ન હતો. તેની સાથે તેમણે કહ્યુ છે કે આ ભવિષ્યમાં વધુ સાવધાન રહેશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યુ છે કે કાયદો તમામ માટે બરાબર છે. કોર્ટે કહ્યું છે કે અમે હજી સુધી એ નક્કી કરી શક્યા નથી કે તમને માફ કરવા અથવા નહીં. તમે ત્રણ વખત નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે.

તેમણે આગળ કહ્યુ કે અમે ગત દેશો પર પણ વિચાર કરી રહ્યા છીએ. તમે એટલા ભોળા પણ નથી કે તમને ખબર નથી કે સુપ્રીમ કોર્ટેમાં શું થઈ રહ્યું છે. તેની સાથે કોર્ટે આગામી સુનાવણીની તારીખ 23 એપ્રિલ નિર્ધારીત કરી છે. રામદેવ અને બાળકૃષ્ણ બંનેને કોર્ટમાં રજૂ થવાનો આદેશ કરવામાં આવ્યો છે. યોગગુરુએ કહ્યુ છે કે મને અદાલત પર પૂર્ણ ભરોસો છે.

ખાસ વાત છે કે આના પહેલા બાબા રામદેવ બે વખત માફી માંગી ચુક્યા છે. પરંતુ કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો. ગત સપ્તાહે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે યોગગુરુ સાથે ઉત્તરાખંડ સરકારની પણ ખૂબ ઝાટકણી કાઢી હતી.