Site icon Revoi.in

તમે રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે અને રૂપિયા બચશે

Social Share

એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આખા દેશમાં ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો એર કંડીશનર (AC) નો ઉપયોગ કરે છે. મોટાભાગના ઘરોમાં આ દરમિયાન એસીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એસીને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેમાં ધૂળ અને ગંદકી જમા થઇ શકે છે. જેથી તેના પરર્ફોમન્સ પર અસર પડી શકે છે. ધૂળ અને ગંદકીના લીધે એસીની કૂલિંગ ક્ષમતા ઓછી થઇ જાય છે અને વિજળીનો વપરાશ વધી જાય છે.

એવામાં આ એસીને ક્લીન કરવું ખૂબ જરૂરી હોય છે. એસીને રેગુલરલી સાફ કરવાથી તે સારી રીતે કામ કરે છે. પરંતુ ઘણા લોકોને એસીને સાફ કરવાની રીત ખબર હોતી નથી. એવામાં આ લોકોને એસી સાફ કરવા માટે કોઇ પ્રોફેશનલને બોલાવવો પડે છે. તેનાથી લોકોના પૈસા ખર્ચ થાય છે. પરંતુ તમે ઘરે જ પોતે એસીને સાફ કરી શકો છો. જો તમને ઘરે એસીને ક્લીન કરવાની રીત ખબર નથી તો પરેશાન થશો નહી. આજે અમે તેની રીત જણાવીએ…

1. પાવર બંધ કરો
સૌ પ્રથમ એસી બંધ કરો અને પાવરની સ્વીચ બંધ કરો. આ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે પાવર ચાલુ હોય ત્યારે તમારે AC સાફ ન કરવું જોઈએ. જેના કારણે ACને નુકસાન થઈ શકે છે.

2. એર ફિલ્ટર નિકાળો
ત્યારબાદ AC ફિલ્ટરને સાફ કરો. AC ની આગળની પેનલ ખોલો અને એર ફિલ્ટર બહાર કાઢો. એર ફિલ્ટરને સાફ કરવા માટે તમે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને પાણી અને ડિટર્જન્ટથી પણ ધોઈ શકો છો.

3. કૂલિંગ ફિન્સ સાફ કરો
તમે એર ફિલ્ટરની પાછળ કૂલિંગ ફિન્સ દેખાશે. તેમને સાફ કરવું પણ ખૂબ જ જરૂરી છે. કૂલિંગ ફિન્સ સાફ કરવા માટે તમે બ્રશ અથવા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો.

4. ડ્રેઇન પાઇપ સાફ કરો
એસીની ડ્રેઇન પાઇપ સાફ કરવી જરૂરી છે કારણ કે તે એસીમાંથી પાણી બહાર કાઢવામાં મદદ કરે છે. તમે ડ્રેઇન પાઇપ સાફ કરવા માટે વાયર અથવા પાઇપ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો.

5. AC ને ફરીથી એસેમ્બલ કરો
એકવાર તમે AC ના તમામ ભાગો સાફ કરી લો, પછી તેને એક પછી એક ફરીથી ઇન્સ્ટોલ કરો.

આ વાતોનું રાખો ધ્યાન
1. દર 2-3 અઠવાડિયામાં એકવાર AC સાફ કરો.
2. AC સાફ કરવા માટે હંમેશા હળવા ડીટરજન્ટનો ઉપયોગ કરો.
3. AC સાફ કરવા માટે ક્યારેય કેમિકલનો ઉપયોગ ન કરો
gujarati/,-tips,how-to-clean,—