- વિધર્મીઓએ હત્યા કર્યાના આક્ષેપ
- હત્યાના વિરોધમાં સજજડ બંધ પડાયો
- સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- સ્થાનિક પોલીસ મથકના પીઆઈની બદલી
અમદાવાદઃ જિલ્લાના ધંધુકામાં યુવાનની ગોળીમારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. યુવાનની હત્યા વિધર્મીઓએ કરી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બીજી તરફ હત્યાના ઘેરા પડઘા પડ્યાં હતા અને હિન્દુ સંગઠનો દ્વારા બંધ પાડીને ન્યાયની માંગણી કરી હતી. આ ઘટનાને પગલે ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકાના મોઢવાડા-સુંદરકૂવા વિસ્તારમાં કિશન બોળિયા નામનો યુવાન બાઇક પર પસાર થઈ રહ્યો હતો. આ સમયગાળામાં બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ કિશન ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં યુવાનનું મોત થયું હતું. આ ઘટનાને પગલે લોકોનામાં નારાજગી ફેલાઈ છે. તેમજ બંધ એલાન આપવામાં આવ્યું હતું. જેથી ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત સાથે યુવાનની અંતિમ યાત્રા યોજાઈ હતી. આ સમગ્ર કેસની તપાસ SOG અને LCBને સોંપાઈ છે.તો બીજી તરફ સમગ્ર મામલે ધંધુકા પીઆઇની બેદરકારી સામે આવતા બદલી કરવામાં આવી છે અને મામલો થાળે પાડવા યોગ્ય અધિકારીને ધંધુકા મુકાયા છે.