Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપના 576 ઉમેદવારોએ પ્રજાની સેવાનો લીધો સંકલ્પ

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. બીજી તરફ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેશનના 576 ઉમેદવારોએ પ્રજાની સેવાનો સંકલ્પ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસની અમદાવાદમાં ઉજવણી કરવામાં આલવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. જ્યારે અન્ય મહાનગરો જિલ્લાઓમાં પ્રભારી મંત્રી અને સંગઠનના હોદ્દેદારો તથા ધારાસભ્યો સાંસદોની હાજરીમાં કાર્યક્રમો યોજાયા હતા. મહાનગરો અને જિલ્લાઓમાં વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવ્યું હતું.

નવ હજાર કરતા પણ વધારે ઉમેદવારોએ ભાજપના આદર્શ અને સિદ્ધાંતોને લોકો સુધી લઈ જવા અને સરકારી યોજનાઓનો લોકોને લાભ અપાવવાના સંકલ્પ સાથે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમા ભાજપે LED રથ મેદાને ઉતાર્યા છે. આ સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ભાજપના કાર્યકરોએ પ્રજાની સેવાના સંકલ્પ લીધા હતા. અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાના કુલ 576 ઉમેદવારોએ પ્રજાની સેવા કરવાનો સંકલ્પ લીધો.