Site icon Revoi.in

1,000 મીટર સ્પીડ સ્કેટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન થોમસ ક્રોલે સ્પીડ સ્કેટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

Social Share

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ચેમ્પિયન થોમસ ક્રોલે સ્પીડ સ્કેટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે તેઓ પાયલટ બનવા માટે સ્ટડી શરૂ કરશે. 31 વર્ષીય ક્રોલે બે વર્ષ પહેલા બેઈજિંગમાં કરિઅરનો સૌથી સારો અનુભવ મેળવ્યો હતો. જ્યાં તેઓ 1,000 મીટર સ્પીડ સ્કેટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા હતા.

થોમસ ક્રોલ જણાવે છે કે, ‘ઓલિમ્પિક ટ્રોફી મારા માટે કરિઅરની સૌથી બેસ્ટ ટ્રોફી છે. એક બાળક તરીકે મારું આ જ સપનું હતું. મેં, 20 વર્ષ સુધી જે કામ કર્યું તેને હું અલવિદા કહું છું અને જીવનમાં આગળ વધું છું.’ થોમસ ક્રોલે 2019 અને 2021માં 1,500 મીટરમાં વર્લ્ડ ચેમ્પિયન અને વર્ષ 2022માં વર્લ્ડ સ્પ્રિંટ ચેમ્પિયન પણ રહ્યા હતા. આ સપ્તાહની શરૂઆતમાં અન્ય એક ડચ ઓલિમ્પિક સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયન, આઈરીન શોટેને પણ 31 વર્ષે સેવાનિવૃત્તિની જાહેરાત કરી હતી. આઈરીન શૌટેને મહિલાઓના વર્ગમાં 3,000 મીટર, 5,000 મીટર અને બેઈજીંગ 2022માં સારી શરૂઆત કરી હતી.