Site icon Revoi.in

૧૯મી સદી અંગ્રેજોની ૨૦મી સદી અમેરિકાનોની હવે એકવીસમી સદી ભારતની : કુમાર વિશ્વાસ

Social Share

અમદાવાદઃ દુનિયા એ ૧૯મી સદી અંગ્રેજોની જોઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જોઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાત ના બે નેતા ગઈ સદી માં અંગ્રેજો પાસે થી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી સદી ના બે ગુજરાતી નેતાઓ વિશ્વમાં ડંકો વગાડશે. આ વિશ્વાસ પોતાની કવિતા માં “આઝાદીના અમૃત મહોત્સવ”ની અનોખી ઉજવણી માં જાણીતા હાસ્ય કવિ કુમાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હાસ્ય કવિ સંમેલન થી અનોખી રીતે ઉજવાય. જી.એસ.સી. બેન્ક, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ અને એ.ડી.સી. બેન્કના ઉપક્રમે ૧૫મી ઓગસ્ટની પૂર્વ સંધ્યા એ “આઝાદીના અમૃત મહોત્સવ” હાસ્ય કવિ સંમેલન થી અનોખી રીતે ઉજવાયો.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ના ઉપક્રમે “હર ઘર તિરંગા”ના ઉપલક્ષ્યમાં જી.એસ.સી. બેન્ક, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ અને એ.ડી.સી. બેંક ના ઉપક્રમે યોજાયેલા “હાથો મે તિરંગા હો” – કવિ સંમેલનમાં દેશના નામાંકિત હાસ્ય કવિ કુમાર વિશ્વાસ, વેદવ્રત વાજપેયી, શંભુ શિખર, ડો. સુમન દુબે અને કવિ શ્રી પાર્થ નવિને પોતાની રચનાઓ થી ઉપસ્થિત લોકોને આઝાદીના રંગે રંગી દીધા હતા.
કવિ ડો. કુમાર વિશ્વાસે પોતાની કવિતાઓ નું પઠણ કરતા પહેલા કહ્યું કે, દેશની આઝાદીની લડાઈ આજની યુવા પેઢીએ જોઈ નથી , પણ આજે જે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એ અગણિત શહીદોના બલિદાનથી છે. નવી પેઢીને આ આઝાદીની લડાઈ અને શહીદોના બલિદાનની જાણકારી મળે એ માટે દેશભરમાં યોજાયેલા “આઝાદીના અમૃત મહોત્સવ”ની કેટલાક લોકો ભલે ટીકા કરે, પણ આની ઉજવણી માત્ર ભારતમાં નહિ , દુનિયાભરમાં વસતા તમામ ભારતીયો એ કરી છે.
આ પ્રસંગે કુમાર વિશ્વાસે હળવી ટકોર કરતા કહ્યું કે ‘ દેશ ને આઝાદ કરાવવા માં બે ગુજરાતીઓ ગાંધી અને સરદાર હતા, હવે આજના ના બે ગુજરાતીઓ એવા છે કે જે રાત્રે ટી.વી. પર આવી એવી પણ જાહેરાત કરી શકે કે ‘મિત્રો કલ સે દિલ્હી કી સીમા બઢાકર લાહોર તક કી ગયી હૈ’.
વીરરસ ના કવિ વેદવ્રત વાજપાઇ એ પોતાની કવિતાઓમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને અંજલિ આપતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. કવિયત્રી ડો. સુમન દુબે એ દેશ ભક્તિની કવિતાઓ થી હાજર સૌ ને અભિભૂત કર્યા હતા .
કવિ શંભુ શિખર અને પાર્થ નવીને રાજકારણ પર વ્યંગ કરી, ઉપસ્થિત સૌ એ નિખાલસતાથી વધાવી લીધી હતી.
શિસ્તબદ્ધ રીતે યોજાયેલા આ હાસ્ય કવિ સંમેલનમાં ૧૫ ઓગસ્ટની શરૂઆત એટલે રાત્રે બાર વાગ્યે રાષ્ટ્ર ગાન સાથે તિરંગા લહેરાવી દેશભક્તિના રંગે રંગાઈ તમામ શ્રોતા અને કવિઓએ આઝાદીના નવા વર્ષના આગમનનું સ્વાગત કર્યું હતું અને કેક કાપી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ ભાજપાના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઇ શાહ, શહેર ભાજપા અધ્યક્ષ અમિતભાઇ શાહ, ધારાસભ્ય સર્વ પ્રદિપસિંહ જાડેજા, જગદીશભાઇ પટેલ, બાબુભાઇ જમનાદાસ પટેલ, સહકાર સેલના ભાજપના પ્રદેશ કન્વીનર બિપીનભાઇ પટેલ, ચેમ્બર ઓફ કોર્મસના અગ્રણીઓ, ત્રણેય કલબોના હોદ્દેદારઓની સાથો સાથે ગુજરાત સ્ટેટ કો.-ઓ. બેન્ક તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઇ પટેલ, કર્ણાવતી કલબના પ્રમુખ એન.જી. પટેલ, રાજપથ કલબના પ્રમુખ જગદીશભાઇ પટેલ અને સ્પોર્ટસ કલબના પ્રમુખ એન.કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.