Site icon Revoi.in

કોરોનાનો કહેર યથાવત, આ રાજ્યમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 સંક્રમિત કેસ

Social Share

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી એ રાહત વચ્ચે કોરોના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ તકેદારી પણ વધારી દીધી છે.

દેશના પંજાબ, હરિયાણા રાજસ્થાન અને ચંદીગઢમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. ડેલ્ટાના પ્લસ વેરિઅન્ટના દેશમાં અત્યાર સુધીમાં 50 કરતા વધારે કેસ સામે આવી ચૂક્યાં છે. કેન્દ્ર સરકારે સૌથી અસરગ્રસ્ત રાજ્યોને પણ એક પત્ર લખીને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.

આ દરમિયાન એવી જાણકારી સામે આવી છે કે મહારાષ્ટ્રમાં જ કોરોના ડેલ્ટા વેરિએન્ટના 21 કેસો સામે આવ્યા છે. તેમાંથી કોઈએ પણ રસી નથી લીધી. આમાંથી 3 લોકો 18 વર્ષની ઉંમરના છે .

આ ઉપરાંત તમિલનાડુમાં 9, મધ્ય પ્રદેશમાં 7, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે અને આંધ્ર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક-એક દર્દી જોવા મળ્યા છે. મધ્ય પ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે બે લોકોનાં મોત થયા છે.

મહારાષ્ટ્ર સરકારના જન સ્વાસ્થ્ય વિભાગના એપિડિમિયોલોજી સેલના પ્રમુખ ડો. પ્રદીપ અવાટેનું કહેવું છે કે અમે સતત સંક્રમિત દર્દીઓની શોધ આખા રાજ્યમાં કરી રહ્યા છીએ. પરંતુ પ્રારંભિક જાણકારી અનુસાર આમાંથી મોટાભાગનાએ રસી નથી લીધી.