Site icon Revoi.in

અમદાવાદની શાળાઓમાં કોરોનાથી 21 વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં ફફડાટ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બુધવારે પણ ઉદગમ અને ઝેબર સ્કૂલના 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ગુરુવારે ઉદગમના – 3, સંતકબીર સ્કૂલના- 2, મહારાજા અગ્રસેન- 3 ,સીએન વિદ્યાલયમાં -1, ડીપીએસ 1,  અને એચબીકેમાં- 1 અને લોટસ સ્કૂલમાં 1ના વિદ્યાર્થીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાયો હતો.. શહેરની સ્કૂલોમાં કોરોનાના કેસનો આંકડો એક જ દિવસમાં ત્રણ ગણો થઇ ગયો છે. અત્યાર સુધી કુલ 21 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે સ્કૂલમાં જઇ રહેલા વિદ્યાર્થીઓ  પણ તેનો ભોગ બની રહ્યાં છે. સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ છે, જેથી મોટા ભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલે જ છે. એક અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બુધવારે શહેરની બે સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ ગુરુવારે શહેરની 7 સ્કૂલના 12 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા. આમ એક જ દિવસમાં શહેરની સ્કુલના વિદ્યાર્થીઓમાં કોરોનાનો આંક ત્રણ ગણો થઇ ગયો હતો. આટલા કેસ આવવા છતાં રાજ્ય સરકાર હજી પણ શાળા બંધ કરવાનો નિર્ણય લઇ શકતી નથી. જેનો ભોગ વેક્સિન વગરના વિદ્યાર્થીઓ અને વાલીઓએ બનવું પડી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગઈકાલે ગુરુવારે ઉદગમ સ્કુલમાં- 3, સંતકબીર સ્કૂલ- 2, મહારાજા અગ્રસેન- 3 સીએન વિદ્યાલયમાં- 1, ડીપીએસ- 1, એચબીકે -1 અને લોટસ સ્કૂલ -1ના વિદ્યાર્થીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધી સ્કૂલોએ ડીઇઓ કચેરીએ જાણ કરી હોય એ કેસ જ નોંધવામાં આવ્યા છે, પરંતુ હજુ કેટલીક સ્કૂલોએ કેસ આવ્યા છતાં ડીઇઓ કચેરીને જાણ કરી નથી, એવું શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાત વાલી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, 18 વર્ષથી નીચેના બાળકોની રસી હજી આવી નથી. જ્યાં સુધી ગુજરાતના 1.50 કરોડ બાળકોને સંપૂર્ણ રસી ના મુકાય ત્યા સુધી વાલી મંડળની માગ છે કે 30 જાન્યુઆરી સ્કૂલો બંધ રાખવી જોઈએ. કોઇ પણ બાળકનો કોરોનામાં ભોગ લેવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્યના શિક્ષણમંત્રીની રહેશે (file photo)