Site icon Revoi.in

ગયાના મહાબોધી મંદિર બ્લાસ્ટ કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ સજાનો આદેશ

Social Share

દિલ્હીઃ ગયાના મહાબોધિ મંદિરમાં થયેલા વિસ્ફોટ કેસમાં અદાલતે આઠ આરોપીઓને ગુનેગાર ઠરાવીને 3ને આજીવન દેસ અ પાંચને 10-10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાની કોર્ટે તમામને સજાની જાહેરાત કરી હતી. ૧૦ ડિસેમ્બરે કોર્ટે તમામને અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. તમામ હાલમાં પટનાની બેઉર જેલમાં બંધ છે.

કેસની હકીકત અનુસાર આ મામલો મંદિર પરિસરમાં અને તેની આસપાસ ત્રણ આઈઈડી લગાવવા સાથે સંબંધિત છે. ગત 19મી જાન્યુઆરી 2018ના રોજ ગુનેગારોએ દલાઈ લામા અને બિહારના રાજ્યપાલની મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં આઈઇડી લગાવીને બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું. મહાબોધિ મંદિરમાં બૌદ્ધોની નિગમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ,એમાં દલાઈ લામાએ પણ હાજરી આપી હતી. કાલચક્ર મેદાનના ગેટ નંબર પાંચ પર મળેલો પહેલો આઇઇડી નિષ્ક્રિયતા દરમિયાન વિસ્ફોટ થયો હતો. શ્રીલંકાના મઠ પાસે અને મહાબોધિ મંદિરના ગેટ નંબર 4ના પગથિયાં પાસેથી વધુ બે આઈઈડી મળી આવ્યા હતા. એનઆઈએએ તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કર્યા બાદ 9 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તમામ આઠ દોષિતોએ સ્વેચ્છાએ તેમના ગુનાની કબૂલાત કરી હતી. આ તમામને આઈપીસીની વિવિધ કલમો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસના નવમા આરોપી ઝાહીદ-ઉલ-ઈસ્લામે પોતાનો ગુનો કબૂલ્યો નથી. તેની સામે ટ્રાયલ ચાલુ રહેશે.