Site icon Revoi.in

બ્રિટનની યુનિવર્સિટીસમાં ભારતીય વિદ્યાર્થીઓમાં 4% ટકાનો ઘટાડો

Social Share

નવી દિલ્હીઃ ભણતર પૂર્ણ કર્યા બાદ બ્રિટનમાં વર્ક વિઝાને લઈને ચાલી રહેલી સમીક્ષા અને સરકાર દ્વારા ફંડેડ સ્કોલરશીપ પર નિર્ભર વિદ્યાર્થીઓ પર પ્રતિબંધો વચ્ચે ગુરુવારે કેટલાંક નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ 4% ઘટીને 8770 થઇ છે.

યુસીએએસના આંકડા અનુસાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનનું ઉચ્ચ શિક્ષણ આકર્ષક રહ્યું છે. સ્નાતક અભ્યાસક્રમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 0.7%નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનના ગૃહ વિભાગે અભ્યાસ પછી અપાતા વર્ક વિઝાની સમીક્ષા કરવા માટે સ્વતંત્ર માઇગ્રેશન એડવાઇઝરી કમિટી (એમએસી)ની રચના કરી છે.