Site icon Revoi.in

દિલ્હીમાં કોરોના કેસમાં 46 ટકા ઓમિક્રોન વેરિએન્ટના છેઃ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ અત્યાર સુધી સામે આવ્યાં છે. દિલ્હીમાં 24 કલાકમાં 180 જેટલા કેસ સામે આવ્યાં હતા. મોટાભાગના કેસમાં દર્દીઓ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા ન હતા. તેમજ દિલ્હીમાં ધીરે-ધીરે ઓમિક્રોન કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યાંનું દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યન્દ્ર જૈને જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગ સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે, કોરોનાના કાલે 923 પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. જીનોમ સિક્કેકિંગ માટે 115 નમૂના મોકલ્યા હતા. જેમાંથી 46 ટકા ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યાં હતા. વગર ટ્રાવેલ્સ હિસ્ટ્રીવાળા લોકો પણ ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યાં છે. એનો અર્થ છે કે, ધીરે-ધીરે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દિલ્હીમાં સ્ટેટ-1 લાગુ કરવામાં આવ્યું છે. આગામી નિયંત્રણ પણ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

દેશમાં સૌથી વધારે 263 જેટલા ઓમિક્રોન સંક્રમિત કેસ દિલ્હીમાં મળી આવ્યાં છે. જ્યારે 252 કેસ સાથે મહારાષ્ટ્ર બીજા નંબર ઉપર છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 974 જેટલા કેસ નોંધાયાં હતા. દેશમાં એક જ દિવસમાં 180 જેટલા ઓમિક્રોનના કેસ સામે આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારએ દેશના તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ડરવાને બદલે સાવચેત રહેવા માટે જનતાને અપીલ કરી હતી.