Site icon Revoi.in

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘૪થી નેશનલ આર્મરેસલિંગ અને પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપ – ૨૦૨૬’નો પ્રારંભ

‘4th National Armwrestling and Para Armwrestling Championship-2026’ begins at National Defence University

‘4th National Armwrestling and Para Armwrestling Championship-2026’ begins at National Defence University

Social Share

ગુજરાત સહિત દેશનાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 2 હજારથી વધુ ખેલાડીઓ ચાર દિવસ સુધી RRU કેમ્પસમાં બતાવશે પોતાનું કૌવત

દહેગામ, 30 મે 2026 – રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘૪થી નેશનલ આર્મરેસલિંગ અને પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો પ્રારંભ છે. પીપલ આર્મ રેસલિંગ ફેડરેશન ઈન્ડિયા-PAFIના અધ્યક્ષા શ્રીમતી પ્રીતિ ઝાંગિયાની અધ્યક્ષતામાં ‘૪થી નેશનલ આર્મરેસલિંગ અને પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નું આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

‘4th National Armwrestling and Para Armwrestling Championship-2026’ begins at National Defence University

આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ચાર દિવસીય સ્પર્ધામાં ગુજરાત સહિત દેશનાં ૨૭ જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિમંડળે અમદાવાદમાં વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લીધી

આ પ્રસંગે પીપલ આર્મ રેસલિંગ ફેડરેશન ઈન્ડિયાના અધ્યક્ષા શ્રીમતી પ્રીતિ ઝાંગિયાનીએ સ્પર્ધામાં ભાગ લેનાર વિવિધ રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવીને તેમનો જુસ્સો વધાર્યો હતો. શ્રીમતી પ્રીતિએ આ સ્પર્ધાના સુંદર આયોજન બદલ RRU ના આયોજકોનો વિશેષ આભાર માન્યો હતો.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. બિમલ એન. પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રમતગમત સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવવાની સાથે શિસ્ત, ફિટનેસ તથા શ્રેષ્ઠતા દ્વારા મૂલ્યોને પુનર્જીવિત કરવાના વિઝનને સાકાર કરવા આ ચેમ્પિયનશિપ મહત્વની સાબિત થશે. વાઇસ ચાન્સેલરશ્રીએ વૈશ્વિક સ્તરે ભારતના વધી રહેલા રમતગમતના પ્રદર્શન પર આનંદ વ્યક્ત કરીને રમતગમતને રાષ્ટ્રીય વિકાસનો એક મજબૂત સ્તંભ ગણાવ્યો હતો.

અભિનેતા સુનીલ શેટ્ટીએ તેમના વિડીયો સંદેશ દ્વારા દેશભરના યુવાનોને રમતગમતમાં સક્રિયપણે ભાગ લેવા અને આવા રાષ્ટ્રીય પ્લેટફોર્મનો ભાગ બનવા માટે પ્રેરિત કર્યા હતા.

કેરળના ત્રિસુર ખાતે યોજાયેલી ત્રીજી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ૨૫ રાજ્યોના ૧,૭૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની સરખામણીએ અત્યારે RRU ખાતે યોજાઈ રહેલી આ ચોથી આવૃત્તિમાં ૨૭ રાજ્યોના ૨,૦૦૦ થી વધુ ખેલાડીઓની ભાગીદારી આ રમતના અભૂતપૂર્વ વિકાસને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૨૯માં અમદાવાદ-ગુજરાતમાં યોજાનારી ‘વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ’ની વિવિધ ૮ જેટલી રમતો RRU ખાતે યોજાવાની છે, જે માટેનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીની આ સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખીને તથા રાષ્ટ્રીય અને વૈશ્વિક રમતગમત ઇકોસિસ્ટમમાં ગુજરાતના વધતા યોગદાનને વેગ આપવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ આયોજન પાછળ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોના યજમાનપદ માટે અમદાવાદ-ગુજરાતની મજબૂત દાવેદારી માટેનું વિઝન પણ જોડાયેલું છે.

આ પ્રસંગે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, પ્રો-પંજા લીગના માલિક શ્રી પ્રવીણ દબાસ, RRUના પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. કલ્પેશ વાંદરા, રજિસ્ટ્રાર શ્રી ધર્મેશ પ્રજાપતિ, સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સના ડાયરેક્ટર શ્રી યશ શર્મા, સ્પોર્ટ્સ ટ્રેનિંગ ઓફિસર શ્રી કલ્પેશ શર્મા, આર્મ રેસ્લિંગ એસોસિએશન ઑફ ગુજરાતના મંત્રી શ્રી રાજેન્દ્ર પરમાર, આર્મરેસલિંગ એસોસિએશન ઓફ ગુજરાતના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોના સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version